અમદાવાદ-

શહેરમાં છેલ્લા કેટલાંય સમયથી મેટ્રો રેલની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે. મેટ્રો રેલની કામગીરી ચાલુ થતા રોડ રસ્તા તૂટવાની અનેક ફરિયાદ માનપાને માલી રહી છે. મેટ્રો રેલ ઓથોરિટી દ્વારા આ રોડ રસ્તાના સમારકામ સમયસર ન કરવામાં આવતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. અમદાવાદમાં મેટ્રોની કામગીરી દરમિયાન 90થી વધુ જગ્યાએ રોડ, રસ્તા અને ડ્રેનેજ લાઈનો તૂટી ગઇ છે. જો વાત કરીએ તો સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો રેલના રૂટ પર આવતા અનેક રોડ રસ્તાઓ તૂટી અને બેહાલ થઈ જતાં મોટું નુકસાન થયું છે. જેથી હવે સ્થાનિક કોર્પોરેટરોએ મેદાનમાં ઉતરી સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને મેટ્રો રેલ કોર્પોરેશનને રજૂઆત કરતા કામ શરૂ થયા છે. જો કે હજી કેટલાક વિસ્તારમાં રોડ રસ્તા અને ડ્રેનેજ લાઈન તૂટી જતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

132 ફૂટ રિંગ રોડ પર વ્યાસવાડીથી રાણીપ ક્રોસ રોડ- ચીમનભાઈ સુધી મેટ્રો રેલની કામગીરી દરમ્યાન તૂટી જતા સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના સ્થાનિક કોર્પોરેટર પ્રદીપ દવે અને મુકેશ મિસ્ત્રીએ GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન)માં રજૂઆત કરી હતી. આ મામલે કોર્પોરેટર પ્રદીપ દવે સાથેની જણાવ્યું હતું કે ચોમાસા દરમ્યાન રોડ રસ્તા તૂટી જતા હોય છે. ખાસ કરીને મેટ્રો રેલના રૂટ પર આવતાં રોડ રસ્તા અને ડ્રેનેજ લાઈન કામગીરીના કારણે તુટી જાય છે. ચોમાસામાં આ રસ્તા વધુ ખરાબ થાય અને પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી પડે છે જેથી રૂટ પર આવતાં રોડ રસ્તાને ઝડપથી સમારકામ કરવા મેટ્રો રેલના અધિકારીઓને મળી રજુઆત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનને પણ આ મામલે રજુઆત કરી હતી બાદમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો રેલના અધિકારીઓને બોલાવી તેઓ સાથે સ્થળ તપાસ કરી હતી અને ઝડપી સમારકામ કરવા સૂચના આપી હતી.

રૂ.10000 કરોડના બજેટ ધરાવતા અમદાવાદ શહેરના છે. વ્યાસવાડીથી ચીમનભાઈબ્રિજ તરફ જવાના એક કિલોમીટરના રોડ તૂટી જતા 10 વાર રજુઆત બાદ માત્ર 300 મીટરનો રોડ બની શક્યો છે બાકી રહેલા 700 મીટર રોડની કામગીરી હજી આગામી દિવસોમાં શરૂ કરવા મૌખિક બાંહેધરી આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી સતત વ્યાસવાડીથી ચીમનભાઈ બ્રિજ તરફ જવાનો માર્ગ બિસમાર છે. બીજા તબક્કાના ચાલી રહેલા કામ દરમિયાન AMC એ જ 10 થી વધુ વખત ફરિયાદ કરી છે. હાલમાં પણ વ્યાસવાડીથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આવા અનેક રોડ છે જ્યાં રસ્તાઓ તૂટી ગયા છે. સાબરમતી અને સ્ટેડિયમ વોર્ડમાં સૌથી વધુ 20થી જગ્યાએ રોડ વગેરે તૂટવાની ફરિયાદો મળી છે જ્યારે નવાવાડજ, વેજલપુર, નવરંગપુરા વગેરે જગ્યાએ 10થી વધુ જગ્યાની ફરિયાદ મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક વખત મેટ્રો રેલને રજૂઆત કરવામા આવે છે પરંતુ મેટ્રો રેલ કોર્પોરેશન તેને ગંભીરતાથી લેતું નથી. લાખોનો પેનલ્ટી દંડ છતાં કાર્યવાહી થતી નથી