વડોદરા-

શહેરના પૂર્વ મેયરના પુત્રવધુ અને અમદાવાદની યુવતી ખાનગી કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનેશનના રિસર્ચમાં જોડાયા છે.મૂળ અમદાવાદમાં રહેનાર ખ્યાતિને આ કામ કરવાની તક મળી છે.આ યુવતીનું પરિવાર મૂળ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં રહેતું હતું. તેમનો જન્મ વડોદરામાં થયો હતો.પરંતુ પિતાની નોકરીમાં બદલી થતા પરિવાર અમદાવાદના નારાયણપુરાના ઘરડાઘર પાસે આવેલા સમર્પણ ટાવર ખાતે શિફ્ટ થયું હતું. હાલ તેનું પરિવાર અમદાવાદ રહે છે અને પરિવારમાં ભાઈ અને ભાભી પણ મેડિકલની કામગીરી સાથે જોડાયેલા છે.

અમેરિકામાં લોન્ગબીચ અને ટ્રસ્ટીગ ખાતે વિવિધ એજ ગ્રુપના લોકો પર હાલ કોરોનાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.અનુમાન છે કે, આ ટ્રાયલ દરેક દર્દી પર અંદાજે બે વર્ષ સુધી ચાલશે.અમેરિકન તેમજ અહીં વસતા અન્ય દેશોના નાગરિકો પર રસીની કેવી અસર થઈ રહી છે. તે અંગે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. ખ્યાતિએ વધુમાં જણાવ્યું કે દર્દીને અમે રસી આપ્યા બાદ ઓછામાં ઓછો અડધો કલાક અમારે ત્યાં જ રાખીએ છીએ.જેથી રસીની કદાચ કોઈના પર આડઅસર થાય તો તરત તેમને સારવાર મળી શકે.પ્રથમવાર દર્દી આવે એ પછી તે દર્દીનું નામ કે સરનામું રસી આપનારને જણાવવામાં આવતું નથી. એક આઇડી જનરેટ થાય છે અને એ આઈડી જ એ દર્દીની ઓળખ બનતી હોય છે.વડોદરાના પૂર્વ મેયરના પુત્રવધુ અને અમદાવાદની યુવતી ખાનગી કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનેશનના રિસર્ચમાં જોડાયા છે.અમેરિકામાં લોન્ગબીચ અને ટ્રસ્ટીગ ખાતે વિવિધ એજ ગ્રુપના લોકો પર હાલ કોરોનાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.