બેસલ

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના નેહવાલ થાઇલેન્ડની પી ચાયવાન સામે હારી ગયા પછી સ્વિસ ઓપન સુપર 300 બેડમિંટન ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.

સાઇના માટે 58 મિનિટ સુધી ચાલેલી મેચમાં 16-21, 21-17, 21-23થી હારનો સામનો કરવો પડ્યો હતો.તે જ સમયે પીવી સિંધુએ તુર્કીની યાઝિત નેસલીહને 21-16, 21-19  હરાવી આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો.હવે સિંધુનો મુકાબલો અમેરિકાના આઇરિસ વાંગ સાથે થશે.

પુરુષ ખેલાડીઓમાં ચોથા ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત, પાંચમી ક્રમાંકિત બી સાઇ પ્રણીત, સૌરભ વર્મા, અજય જયરામ અંતિમ 16 માં પહોંચી ગયા છે.એચ.એસ.પ્રણય, પરુપલ્લી કશ્યપ, લક્ષ્યા સેન અને સમીર વર્મા પહેલાથી જ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા.