મુંબઇ 

સલમાન ખાને લોકડાઉન પૂરું થઇ ગયા પછી ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર આ જાણકારી શેર કરી છે. સલમાન ખાને સેટ પરથી એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બ્લેક જેકેટમાં દેખાઈ રહ્યો છે. સલમાને પોસ્ટ સાથે લખ્યું કે, સાડા 6 મહિના પછી કમબેક કરીને સારું અનુભવી રહ્યો છું. રાધે ફિલ્મ પહેલાં ઈદ પર રિલીઝ થવાની હતી, પરંતુ 19 માર્ચથી થયેલા લોકડાઉનને લીધે કામ પૂરું ના થઇ શક્યું.

સલમાનની આ એક્શન થ્રિલર ફિલ્મનું શૂટિંગ કરજત અને મેહબૂબ સ્ટુડિયોમાં થશે. કોરોના ટાઈમમાં શૂટિંગ દરમિયાન સાવચેતી પણ રાખવામાં આવશે. આની પહેલાં દિશા પટનીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું હતું કે, ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું શૂટિંગ શરુ કરી લીધું છે.’ ફિલ્મના પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રી અને ડિરેક્ટર પ્રભુ દેવા છે. ફિલ્મમાં દિશા અને સલમાન ઉપરાંત જેકી શ્રોફ અને રણદીપ હૂડા પણ દેખાશે.