મુંબઈ

પ્લેબેક સિંગર આશા ભોંસલેને મહારાષ્ટ્ર ભૂષણ ૨૦૨૦ એવોર્ડની સન્માનિત કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય એવોર્ડ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કરી હતી. પ્લેબેક સિંગર આશા ભોંસલેની ગુરુવારે મહારાષ્ટ્ર ભૂષણ-૨૦૨૦ એવોર્ડ માટે પસંદગી કરવામા આવી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ માહિતી આપી હતી. ઠાકરેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડની પસંદગી સમિતિની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, સાંસ્કૃતિક બાબતોના મંત્રી અમિત વિલાસરાવ દેશમુખ, રાજ્ય મંત્રી રાજેન્દ્ર પાટિલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ જાહેરાત પછી તરત જ ઠાકરે, પવાર અને અન્ય લોકોએ ૮૭ વર્ષના ભોંસલેને અભિનંદન પાઠવ્યા હતા. જેમને બાદમાં યોજાનારા સમારોહમાં સન્માનિત કરવામાં આવશે.

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હાલમાં ૮૯ વર્ષના છે. જ્યારે આ વિશે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને પોતાની ઉંમર અડધી અડધી લાગે છે કારણ કે તે ગતિ અને કાર્યક્ષમતામાં માને છે. ગાયિકા કહ્યું, ‘મને લાગે છે કે તે મારી ગતિ અને કાર્યક્ષમતા છે. હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરવા માંગુ છું અને ઝડપથી કરીશ. ઉદાહરણ તરીકે, હું ખરેખર ઝડપી રસોઇ કરું છું. અન્ય લોકો રસોડામાંથી બહાર નીકળી જાય છે કારણ કે તે મારી ગતિથી મેળ ખાવામાં અસમર્થ છે. હું મારા સંગીત વિશેની પ્રામાણિકતાનો આદર કરું છું. પ્રામાણિકતા એ મારુ અભિન્ન અંગ છે. તેનાથી મને પણ નુકસાન થયું છે, પરંતુ મે હંમેશાં કામમાં અને જીવનમાં જે કર્યું છે તે અંગે પ્રામાણિક રહી છું.