દિલ્હી-

સ્ટોક માર્કેટનુ નિયંત્રણ કરનાર સેબી દ્વારા હવે એટી વન બોન્ડના મામલામાં યસ બેન્કને ૨૫ કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ બેન્કે ૪૫ દિવસમાં જમા કરવી પડશે.

જાણકારોનુ માનવુ છે કે, ગ્રાહકો પર તેની અસર નહીં થાય પણ શેરના ભાવમાં કદાચ ઘટાડો નોંધાઈ શકે છે. આમ રોકાણકારોને નુકસાન થઈ શકે છે. યસ બેન્કને બચાવવા માટે ગયા વર્ષે માર્ચ મહિનામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં બેન્કોના એક જૂથ દ્વારા સહાય કરવામાં આવી હતી. જેના ભાગરુપે બેન્કના એટીવન બોન્ડ બંધ કરાયા હતા.

જાેકે તેમાં રોકાણ કરનારાઓનો આક્ષેપ હતો કે, બેન્ક દ્વારા ખોટા વાયદા કરીને બોન્ડ વેચવામાં આવ્યા છે. આ માટે રોકાણકારોને વળતર મળવુ જાેઈએ. આ મામલો અત્યારે હાઈકોર્ટમા છે. યસ બેન્ક અને આરબીઆઈનુ જાેકે કહેવુ છે કે, એટીવન બોન્ડ નિયમો પ્રમાણે જ છે.

જાણકારોના કહેવા પ્રમાણે એટીવન બોન્ડ સ્થાયી બોન્ડ હોય છે. જેની એક્સપાયરી ડેટ હોતી નથી. બેન્કો દ્વારા મૂડી ઉભી કરવા માટે આ પ્રકારના બોન્ડ બહાર પાડવામાં આવતા હોય છે. જેને આરબીઆઈ દ્વારા રેગ્યુલેટ કરાય છે. આ બોન્ડ લેનારાને સમયાંતરે વ્યાજ ચુકવવામાં આવે છે.