વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે શાલિની અગ્રવાલે આજે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો. શાલિની અગ્રવાલની હજુ ગયા અઠવાડિયે વડોદરામાં જ જિલ્લા કલેકટરપદેથી બઢતી સાથે મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થઈ હતી. શાલિની અગ્રવાલ વિદાય લેતાં મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપના સ્થાને આવ્યાં છે. નવા કમિશનર તરીકે આજે હોદ્દો ગ્રહણ કરનાર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે વડોદરા શહેરના વિકાસ માટે સાથે મળીને કામ કરીશું અને શહેરના વિકાસ માટે કટિબદ્ધ રીતે કામ કરીશું.

આજે સવારે કોર્પોરેશનમાં શાલિની અગ્રવાલે તેમનો ચાર્જ સંભાળ્યો હતો. ડેપ્યુટી કમિશનરે પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું. તેમણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકેનો પદભાર શાલિની અગ્રવાલે આજે સંભાળ્યા બાદ પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ પાયા પર ટીમ સાથે મળીને ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરીશું. વિશ્વામિત્રી નદી મુદ્દે એનજીટીએ આપેલા ચુકાદા અંગે તેમણે કહ્યું કે જે પણ ચુકાદો આવ્યો છે, કોર્પોરેશન ટીમ સાથે મળી આ સંદર્ભે કાર્યવાહી કરીશું.

શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો ચુકાદો આવ્યો છે તેના અમલ માટે જરૂરી કાર્યવાહી કરાશે. તેમણે ઉમેર્યું હતું કે શહેરના વિકાસના કાર્યો ટીમવર્કથી પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કરાશે. આગામી દિવસમાં વડોદરાનો વિકાસ અવિરત ચાલુ રહે તે માટે સૌને સાથે રાખી કાર્ય કરીશું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વડોદરાની પ્રજાએ અત્યાર સુધી કોર્પોરેશનના વિકાસના કામોમાં સહકાર આપ્યો છે તે રીતે સહકાર આપતા રહેશે. તેમણે રોડ, પાણી અને ડ્રેનેજ જેવા લોકોની પાયાની સુવિધાના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત મ્યુનિ.કમિશનરે મેયર સહિત પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત લ