/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સિંગર શ્રેયા ઘોષાલે દીકરાની પહેલી તસવીર કરી શૅર કરી,આ નામ પાડ્યું...

મુંબઈ

બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે ૨૨ મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. ડિલિવરીના ૧૧ દિવસ બાદ શ્રેયાએ સો.મીડિયામાં દીકરાની પહેલી તસવીર તથા તેના નામની જાહેરાત કરી છે. શ્રેયાએ પોતાના દીકરાનું નામ દેવ્યાન પાડ્યું છે. દેવ્યાનનો અર્થ દેવતાઓની સેવા અથવા દેવતાઓનો રથ એવો થાય છે.

શ્રેયા ઘોષાલના હાથમાં દીકરો છે અને સાથે તેનો પતિ શિલાદિત્ય ઊભો છે. તસવીર શૅર કરીને શ્રેયાએ કહ્યું, 'દેવ્યાન મુખોપાધ્યાય. તે ૨૨ મેના રોજ આવ્યો અને અમારું જીવન હંમેશાંના માટે બદલાઈ ગયું. તેના જન્મની સાથે જ તેની પહેલી ઝલકે અમારા હૃદય પ્રેમથી ભરી દીધા. માત્ર એક માતા તથા એક પિતા પોતાના બાળક માટે આ અનુભવી શકે છે.' જાેકે, શ્રેયાએ દીકરાનો ચહેરો બતાવ્યો નથી.


૩૭ વર્ષની શ્રેયાએ જાતે જ આ ખુશખબરી સો.મીડિયા પર શૅર કરી છે. એણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘ઇશ્વરે આજે બપોરે અમને એક અણમોલ દીકરા રૂપી આશીર્વાદ આપ્યા છે. આવું ઇમોશન અમે અગાઉ ક્યારેય અનુભવ્યું નથી. શિલાદિત્ય અને હું અમારા પરિવાર સાથે અત્યંત ખુશ છીએ. અમારી ખુશીઓના આ નાનકડા મહેમાન માટે આપની અગણિત દુઆઓ માટે આભાર.’

શ્રેયા ઘોષાલે માર્ચ મહિનામાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘બેબી શ્રેયાદિત્ય રસ્તામાં છે. શિલાદિત્ય અને મને તમારી સાથે આ ન્યૂઝ શૅર કરતાં અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે. આપ સૌના પ્રેમ અને આશીર્વાદની અમને ખૂબ જ જરૂર છે. કારણ કે અમે અમારા જીવનના આ નવા પ્રકરણ માટે તૈયાર છીએ.’ સો.મીડિયા યુઝર્સ પણ શ્રેયાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

શ્રેયા ઘોષાલે પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે ૫ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ગુપચુપ લગ્ન કરી લીધેલાં. આ વિધિમાં બંને પક્ષના પરિવારના સભ્યો અને અમુક ગણ્યા ગાંઠ્યા મિત્રોએ જ હાજરી આપી હતી. લગ્નના બીજા દિવસે શ્રેયાએ પોતે પોતાનાં લગ્નની માહિતી ફેન્સને આપી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution