દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીઘો 
20, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   1881   |  

મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક, હુમલાખોરની ધરપકડ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે સવારે પોતાની કેમ્પ ઓફિસમાં લોકદરબાર કરી રહ્યા હતા, ત્યારે લોકદરબારમાં આવેલા એક શખ્સે અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો. ધટના અંગે મળતી વિગતો મુજબ આરોપી બૂમો પાડતો આવ્યો હતો અને મુખ્યમંત્રીને અચાનક લાફો ઝીંકી દીધો હતો તેમજ ગાળો ભાંડવા લાગ્યો હતો. આ ધટનાને પગલે અફરા-તફરી મચી ગઈ હતી.

જોકે, પોલીસે તુરંત જ હુમલાખોરની ધરપકડ કરી લીધી હતી.અને આ મામલે પૂછપરછ શરૂ કરી છે. જોકે, હજુ સુધી આ હુમલો કેમ કરવામાં આવ્યો અને હુમલાખોર કોણ હતો તે અંગેની જાણકારી હજુ સામે આવી નથી. પરંતુ, આ ઘટનાને મુખ્યમંત્રીની સુરક્ષામાં થયેલી આ મોટી ચૂક માનવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, આ ઝપાઝપીમાં મુખ્યમંજ્ત્રી રેખા ગુપ્તાને ઈજા પણ થઈ હતી.

હુમલાની ખબર સામે આવતા જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ઘટનાની આકરી નિંદા કરી હતી અને તેમણે આ ઘટના એ લોકતાંત્રિક પ્રક્રિયા પર હુમલો હોંવાનું કહ્યું હતુ.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution