વડોદરા : અમદાવાદ ક્રાઇમબ્રાંચ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસની જેમ કામ કરતી હોવાથી મારા પિતા શેખબાબુનો મૃતદેહ શોધી આપવાની તપાસ સોંપવા માટેની માંગ પુત્ર સલીમે ગૃહમંત્રી સમક્ષ કરી છે. ગત ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ મારા પિતા ફતેગંજ પોલીસ મથકેથી ગુમ થયા હતાં. બાદમાં એમની હત્યા થઇ હોવાનું બહાર આવતાં હત્યાના આરોપમાં પી.આઇ. પી.એસ.આઇ સહિત છ પો.કર્મીઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. પરંતુ મારા પિતાનો મૃતદેહ હજી સુધી સી.આઇ.ડી. ક્રાઇમ શોધી શકી નહી હોવાથી અમદાવાદ ક્રાઇમને પણ તપાસમા જાેડવા માંગ કરી છે.

જિલ્લા એસ.ઓ.જી.ના તત્કાલીન પી.આઇ. અજય દેસાઇની ગુમ થયેલી પત્ની સ્વીટી પટેલના મામલામાં ૪૦ દિવસ સુધી જિલ્લા પોલીસે કોઇ નક્કર પરીણામ નહીં આપતા અંતે ગૃહમંત્રી પ્રદિપ જાડેજાએ અમદાવાદ ક્રાઇમને તપાસ સોંપી હતી. અને ત્રણ જ દિવસમાં સ્વીટી પટેલની હત્યા થઇ હોવાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી મૃતદેહને કેવી રીતે અને ક્યા વગે કરાયો એ પણ શોધી કાઢી પી.આઇ અને સાથીદારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે તેલંગાનાના ગરીબ પરીવારના સલીમશેખે પણ એને પિતાને વડોદરાના ફતેગંજ પોલીસ મથકમાં જ મોતને ઘાટ ઉતારાયા હતાં. આ હત્યા બાદ મૃતદેહ સ્થાનીક પોલીસ નહી શોધી શકતા હાઇકોર્ટમાં વકીલ ઇમ્તીયાઝ કુરેશી દ્વારા સી.આઇ.ડી. ક્રાઇમને મામલાની તપાસ કરવાની માંગ કરાઇ હતી. અને એફ.પી. કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે. તેમ છતાં દોઢ વર્ષ બાદ પણ મારા પિતા શેખબાબુના મૃતદેહનો સી.આઇ.ડી. સગડ શોધી શકી નથી. ત્યારે અમદાવાદ ક્રાઇમબ્રાંચને પણ તપાસમાં જાેડવાનો આદેશ કરવા ગૃહમંત્રી પ્રદિપ જાડેજા સમક્ષ હત્યાનો ભોગ બનેલા શેખબાબુના પુત્ર સલીમ શેખે લેખીતમાં માગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શેખબાબુની હત્યા ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ફતેગંજ પોલીસ મથકમાં થઈહોવાનું ખુદ પોલીસ મથકના ચોપડે નોધાયુ છે અને આરોપી એવા છ પોલીસકર્મીઓ જેમાં પીઆઈ, પીએસઆઈ તથા ચાર કોન્સ્ટેબલ હાલ જેલમાં છે ત્યારે આગવી ઢબની પૂછપરછ માટે જાણીતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ આ આરોપીઓ જે અત્યારે જેલમાં છે તેમની પૂછતાછ કરે અને શેખબાબુની હત્યા કર્યા બાદ એમના મૃતદેહનો નિકાલ કેવી રીતે કર્યો તેવી માહિતી બહાર લવાય એવી માંગ પુત્ર સલીમ શેખે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર દ્વારા માગ કરી છે.