ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં રવિવાર અને બુધવાર એમ બે દિવસ રસી આપવામાં આવતી નથી. જાેકે, ગત રવિવારે વેપારીઓ માટે ખાસ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે હવે આ રવિવારે પણ રસીકરણની પ્રક્રિયા ચાલું રહેશે. જાેકે, આ રવિવારે જેમને બીજાે ડોઝ બાકી હોય તેમને જ સ્પેશિયલ કેમ્પમાં રસી આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ સમગ્ર રાજ્યમા કોરોનાની સ્થિતિ સારી છે. કેસો સતત ઘટી રહયા છે. અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે તેમજ વેકસીનેશનનું કામ પણ પુરજાેશમાં ચાલી રહ્યું છે. આગામી રવિવારે જેમને બીજાે ડોઝ બાકી છે તેવા જ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ કેમ્પ કરવામાં આવશે. આ રવિવારે બીજા ડોઝ માટે વેકસીનેશનની કામગીરી ચાલશે. તેમણે જણાવ્યું હતું કે, વેપારીઓ ચાલુ દિવસે વેકસીન લઈ શકે છે. હવે રવિવારે એમના માટે સ્પેશ્યલ દિવસ નહિ હોય. આ રવિવારે માત્ર બીજાે ડોઝ માટે જ વેકસીન મળશે. બાકીના સામાન્ય દિવસમાં વેકસીન આપવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે.