સોનુ સૂદ 23 જુલાઈના રોજ પ્રવાસી રોજગાર એપ લોન્ચ કરશે. આ એપમાં 500 જેટલી જાણીતી કંપનીઓ સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે, જેમાં કન્સ્ટ્રક્શન, અપૅરલ, હેલ્થકેર, એન્જિનિયરિંગ, BPO, સિક્યોરિટી, ઓટોમોબાઈલ, ઈ-કોમર્સ તથા લોજિસ્ટિક્સ જેવી કંપનીઓ સામેલ છે. 24 કલાક હેલ્પલાઈન ચાલુ રહેશે અને દેશના સાત શહેરમાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવશે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોઈમ્બતુર, અમદાવાદ તથા તિરુવનંતપુરમ છે.

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. હવે સોનુ સૂદ પ્રવાસી રોજગાર એપ લોન્ચ કરવાનો છે. આ એપની મદદથી પ્રવાસી શ્રમિકોને નોકરી શોધવામાં મદદ મળશે. સોનુ સૂદે કહ્યું હતું કે પ્રવાસી મજૂરો સાથેની વાતચીતમાં એ વાત ધ્યાને આવી હતી કે યોગ્ય તક પાછી મળે તો શ્રમિકો પરત આવવા તૈયાર હતા. આથી જ તેને યોગ્ય જગ્યા પર યોગ્ય લોકોને નોકરી મળે તેવો વિચાર આવ્યો હતો.