મુંબઈ 

પ્રવાસી મજૂર, બેરોજગાર માટે રોજગાર અને જરૂરિયાતમંદને બને એટલી મદદ પહોંચાડનાર સોનુ સૂદ હવે બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરી રહ્યા છે. સોનુએ એક સ્કોલરશિપ એપ સ્કોલિફાઈ એપ લોન્ચ કરી છે. આ એપ લોન્ચના ન્યૂઝ સોનુએ ટિ્‌વટર મારફતે આપ્યા છે. તેણે જણાવ્યું કે આ એપ મારફતે યુઝર્સ સ્કોલરશિપ જીતી શકે છે, આ એપમાં ૧૦૦થી વધુ અને કરોડો રૂપિયાની વેરિફાઇડ સ્કોલરશિપ છે. ગયા અઠવાડિયે જ સોનુએ તેની માતા સરોજના નામ પર ગરીબ બાળકો માટે સ્કોલરશિપની જાહેરાત કરી હતી.

તેના માટે ૧૦ દિવસમાં એન્ટ્રી પણ મગાવી હતી. આ માટે અમુક શરતો પણ નિર્ધારિત કરવામાં આવી હતી. સોનુએ કહ્ય્šં હતું કે જેની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી છે, તે સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકે છે, બસ તેમનો એકેડેમિક રેકોર્ડ સારો હોવો જાેઈએ. આ માટે સોનુએ તેની પ્રોફેસર માતા સરોજ સૂદના નામથી સ્કોલરશિપ શરૂ કરવા માટે દેશભરની યુનિવર્સિટી સાથે ટાઈઅપ કર્યું છે.

આ પહેલાં સોનુએ જુલાઈના છેલ્લા અઠવાડિયા દરમ્યાન 'પ્રવાસી રોજગાર એપ' લોન્ચ કરી હતી. આ પ્રવાસીઓને નોકરી શોધવા માટેની જરૂરી જાણકારી અને યોગ્ય લિંક આપશે. આ એપ મારફતે ૫૦૦થી વધુ કંપનીઓમાં નોકરી અવેલેબલ છે એવું દેખાડી રહ્યા છે. તેની શરૂઆત ૨૩ જુલાઈથી થઇ. આ માટે ચોવીસ કલાક હેલ્પલાઇન સાથે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કોઈમ્બતૂર, અમદાવાદ અને તિરુવનંતપુરમ સહિત ૭ શહેરમાં માઈગ્રેશન સહાયતા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.