બનાસકાંઠા-

આપ સૌએ માણસોના તો આધારકાર્ડ બનતા જાેયા હશે પરંતુ બનાસકાંઠામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી હવે પશુઓની ઓળખ માટે આધારકાર્ડ બનાવશે. આ પશુઓના આધારકાર્ડને એપ્લિકેશન સાથે જાેડી જિલ્લાના બનાસ ડેરી સાથે જાેડાયેલા પશુપાલકો પોતાના પશુઓની સરળતાથી સારવાર કરાવી શક્શે. બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનના વ્યવસાય પર ર્નિભર જિલ્લો છે. જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે બનાસકાંઠામાં આવેલી બનાસડેરી પણ દૂધના વ્યવસાયને કારણે જગવિખ્યાત છે અને એશિયાની સૌથી મોટી ડેરી છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પોતાના ૨૦ લાખથી વધુ પશુઓનું દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે. ત્યારે હવે બનાસ ડેરી દ્વારા પશુ પાલકોને કોઈ હાલાકી ન પડે તેને ધ્યાને લઇ હવે પશુ સારવાર માટે મોબાઈલ એપ તૈયાર કરાઈ છે.

જેમ ભારતના તમામ નાગરિકોને આધાર કાર્ડ સાથે જાેડવામાં આવ્યા છે. તેમ બનાસ ડેરી સાથે જાેડાયેલા પશુપાલકોના પશુઓને ટેગિંગ કરાયું છે અને હવે પશુઓ માટે પણ તેમનું ઓળખ કાર્ડ તૈયાર કરાશે. અને જેમ માણસ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સારવાર પુરી પાડશે. તેમ જિલ્લાના ડેરી સાથે સંકળાયેલા પશુઓ માટે ૨૫૦ પશુ તબીબોની ટીમ ૧૫૦ પશુ મોબાઈલ વાન સાથે ૨૪ કલાક ખડેપગે રહેશે. પશુઓને કોઇપણ બિમારી કે રોગ હશે તો તેની સારવાર પુરી પાડશે. મહત્વની વાત એ છે કે પશુઓને અપાતી સારવારનો ડેટા આ એપ્લિકેશનમાં ઓનલાઇન થશે. પશુપાલક એપ્લીકેશન દ્વારા પશુ ચિકિત્સકનો સંપર્ક કરતા પશુચિકિત્સક એપ્લીકેશનમાં મૂકેલી જીપીએસ સિસ્ટમને આધારે જે તે સ્થળ સુધી પહોંચી જશે. જેથી જીપીએસ થકી પશુપાલકને પણ તબીબ ક્યારે અને કેટલા સમયમાં પહોંચશે તે જાણી શકશે.

તે બાદ તબીબ પહોંચી પશુને જે પણ સારવાર કરશે તે સારવારનો ડેટા પશુપાલક પાસે તેમજ એપ્લિકેશનમાં રહેશે. જેના થકી ભવિષ્યમાં પશુપાલક કે તબીબને પશુને ભૂતકાળમાં કઈ બીમારીને કારણે કઈ સારવાર કરી હતી. તેની જાણ આસાનીથી રહે તેવી પશુઓની સારવાર માટેની મોબાઈલ એપનું આજે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ થતાં બનાસ ડેરી સાથે સંકળાયેલા જિલ્લાના પશુપાલકોને હવે પશુઓને સારવાર કરાવવી આસાન બનશે અને એક પશુ પાલકો માટે આશીર્વાદરૂપ બનશે. જિલ્લામાં બનાસ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોના ૨૦ લાખથી વધુ પશુઓ માટે આધારકાર્ડ તૈયાર થશે. અને આ તમામ પશુઓને મોબાઈલ એપ દ્વારા જાેડી તેમની સારવાર આસાનીથી થઈ શકશે.