દિલ્હી-

અફઘાનિસ્તાન દેશની સ્થિતિ કોઈનાથી છુપી નથી. તમામ લોકોને ખબર છે કે, તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. તાલિબાનોના આતંક અને કબજાને લઈને હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની આ સ્થિતિ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન જવાબદાર છે. તેમણે પૂછ્યું હતું કે, શું તમે મને યાદ કરો છો? એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનથી એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો અફઘાનિસ્તાનની સ્થિતિ આવી ન હોત. તાલિબાનોએ સમગ્ર અફઘાનિસ્તાન દેશ પર કબજો કરી લીધો છે. ત્યારે હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે પોતાની ચૂપ્પી તોડી છે. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના કારણે છે. તો આ તરફ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, તેઓ અફઘાનિસ્તાનમાં યુદ્ધ પૂર્ણ કરવા અને અમેરિકી સૈન્યને પરત બોલાવવાની ટ્રમ્પ તંત્રની યોજનાને જ આગળ વધારી રહ્યા છે. જોકે, ટ્રમ્પ તંત્રએ જ ફેબ્રુઆરી 2020માં તાલિબાનથી અમેરિકી સૈન્યને અફઘાનિસ્તાનથી હટવાની સમજૂતી કરી હતી. હવે ટ્રમ્પ જ આ સમગ્ર મામલાને દુઃખદ ગણાવે છે. અફઘાનિસ્તાન દેશની સ્થિતિ કોઈનાથી છુપી નથી. તમામ લોકોને ખબર છે કે, તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. તાલિબાનોના આતંક અને કબજાને લઈને હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની આ સ્થિતિ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન જવાબદાર છે.