નડિયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક અને સરદાર વલ્લ્ભભાઇ પટેલના જન્મ સ્થળ નડિયાદ ખાતે સરદાર સાહેબની જન્મ‍તિથિ તા.૩૧ ઓક્ટોબરને ‘રાષ્ટ્રી ય એક્તા દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. નડિયાદ ખાતે આવેલ સરદાર સાહેબના જન્મ સ્થળે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ સરદાર સાહેબની છબીને પુષ્પ અર્પણ કર્યા હતા અને સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણાં લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેઓએ વિશ્વ વિભૂતિ, મહામાનવ, દેશની એક્તા અને અખંડિતતાના શિલ્પી, ગુજરાતના પનોતા પુત્ર અને લોહપુરૂષ સરદાર સાહેબના જીવન મુલ્યોને અનુસરી દેશનો નાગરિક શ્રેષ્ઠ‍ નાગરિક બની શકે તેમ જણાવ્યું હતું. યુવાનોએ શ્રેષ્ઠે જીવન જીવવું હોય તો તેમના જીવનમુલ્ય ગીતા સમાન છે તેને અનુસરવું જાેઇએ. ભારતીય ટપાલ વિભાગ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ દિવસ પર એક SPECIAL COVER તેમજPERMANENT PICTORIAL CANCELLATIOનું અનાવરણ મુખ્યસ દંડક પંકજભાઇ દેસાઇના હસ્તે સરદાર સાહેબ જ્યાં ભણ્યાં હતાં એ સ્કૂલમાંના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. સરકારના કોવિડ-૧૯ની અનલોકના નિર્દેશનોને ધ્યાનમાં રાખી સદર સમારોહ યોજાયો હતો. પંકજભાઇ દેસાઇએ હાઇસ્કૂરલમાં આવેલ સરદાર સ્મૃવતિ ભવનની મુલાકાત લીધી હતી અને સરદાર સાહેબ સાથે સંકળાયેલ પુસ્તકો, બેન્ચે તથા ફોટો પ્રદર્શન પણ નિહાળ્યું હતું.