વડોદરા,તા. ૨૨ 


કોરોનાની મહામારીને કારણે ત્રણ મહિના ચાલેલા લોકડાઉન દરમ્યાન સ્કૂલો બંધ હોવા છતાં ઓલ્ડ પાદરા રોડ પરની કેળવણી વિદ્યાલયે વાલીઓ પાસે નાસ્તાની ફી ના પૈસાની માંગણી કરી હોવા અંગે આજે સ્કૂલના વાલીઓએ ડી.ઈ.ઓને રજૂઆત કરી હતી.

ઓલ્ડ પાદરા રોડ પર આવેલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધીની ટ્યુશન ફી લેખે ૨૦૨૫ રૂપિયા, તેમજ નાસ્તાની ફી પેટે ૧૦૨૫ રૂપિયાની માંગ વાલીઓ પાસેથી કરવામાં આવી હતી. લોકડાઉન દરમ્યાન શાળાઓ બંધ હોવા છતાં આ પ્રકારની ફી ભરવા વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોવાથી આજે ઓલ ઇન્ડિયા ડી.એસ.ઓ સાથે મળીને કેળવણી વિદ્યાલય વાલી સમિતિ દ્વારા આજે ડી.ઈ.ઓ ને રજૂઆત કરીને સ્કુલ સમક્ષ પગલાં લેવાની માંગ કરી હતી. વધુમાં લોકડાઉનના સમયની ફી માફ કરવા અને જે વાલીઓએ ફી ભરી દીધી હોય તેને પરત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આભાર - નિહારીકા રવિયા