અમદાવાદ, ઓઢવ રીંગ રોડ પર આવેલ પામ હોટલ ત્રણ રસ્તા પાસે રીક્ષા ચાલક પૂરપાટ ઝડપે રીક્ષા હંકારી રીક્ષાનું એક ટાયર હવામાં  રાખી સ્ટંટ કરતો હોવાનો વિડીયો સોશીયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યો હતો. જેના પગલે ઓઢવ પોલીસે રીક્ષા ચાલકના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે. શહેરમાં એક રીક્ષા ચાલક ઓઢવ રીંગ રોડ ઉપર પામ હોટલ ત્રણ રસ્તા પર રીક્ષા બેદરકારી પૂરવક ચલાવી રીક્ષાનું એક ટાયર હવામાં રાખી સ્ટંટ કરતો હોવાનો વિડીયો સોશીયલ મિડીયા પર વહેતો થયો હતો.  ઓઢવ પોલીસેને પણ તે વિડીયોની જાણ થઈ હતી. જેથી વિડીયોના આધારે ઓઢવ પોલીસે રીક્ષાની નંબર પ્લેટ પરથી સ્ટંટ કરના યુવકને ઝડપી લીધો હતો. પોલીસની પુછપરછમાં યુવકે પોતાનું નામ સુમિત ગોપાલભાઈ શર્મા (રહે. કૃષ્ણનગર) હોવાનું જણાવ્યું હતું. તથા તેણે કબુલ પણ કર્યું હતું કે, તે રાત્રીના સમયે ઓઢવ રીંગ રોડ પર આવેલ પામ હોટલ ત્રણ રસ્તા પાસે રીક્ષાનું એક ટાયર હવામાં રાખીન સ્ટંટ કરતો હતો. જેથી પોલીસે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

સોશીયલ મિડીયામાં વિડીયો આવે પછી પોલીસ પગલાં લે છે

શહેરમાં અનેક વિડીયો સોશીયલ મિડીયા પર વહેતા થતા હોય છે, ત્યારબાદ જ પોલીસ એક્સનમાં આવે છે. લોકડાઉન વખતે ઈસનપુરમાં એક યુવતી બ્રીજ પર ઊંધીને ઈસનપુરનો બ્રીજ પડી ગોય છે કોરે કોરો લોકડાઉન ખોલો મોદી જી લોકડાઉન ખોલો એવો વિડીયો સોશીયલ મિડીયા પર વહેતો થયા ઈસનપુર પોલીસ એક્સનમાં આવી ને યુવતીની અટકાયત કરી હતી. ત્યારબાદ થોડા દિવસ પહેલા રામોલ વિસ્તારમાં એક યુવકે તલવાર વડે કેપ કાપી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી તેનો વિડીયો સોશીયલ મિડીયા પર ધૂમ મચાવી રહ્યો હતો. ત્યારબાદ રામોલ પોલીસે યુવકના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.