ગાંધીનગર-

હવે રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ ડિજિટલ-ઈ ગેઝેટ સ્વરૂપે વેબસાઈટ પર ઓનલાઈન ઉપલબ્ધ થશે. જ્યારે વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે આ ડિજિટલ-ઓનલાઈન ગેઝેટ વેબસાઈટ પર ઉપલબ્ધ થવાથી અંત આવશે, જેના આના પરિણામે વાર્ષિક સરેરાશ અંદાજે 35 મેટ્રિક ટન પેપરની પણ બચત થવાની છે. રાજ્ય સરકારે નાગરિકોને ઉપયોગી અનેક સેવાઓ હવે ઓનલાઈન કરી છે ત્યારે સરકારે વધુ એક આવો જ નિર્ણય કર્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્ષો જૂની પ્રથા બંધ કરીને હવે ગેઝેટ સિસ્ટમ  શરૂ કરી છે, જે અંતર્ગત મુખ્યપ્રધાને ગાંધીનગરમાં આજે egazette.gujarat.gov.inનું લોન્ચિંગ કરાયું હતું. આ નવી સિસ્ટમના કારણે વર્ષે 35 મેટ્રિક ટન પેપરની બચત થશે. જ્યારે જૂના ગેઝેટનું ડિજિટલાઈઝેશન કરીને તેને પણ એક મહિનાની અંદર આ વેબસાઈટ પર અપલોડ કરવા વિભાગને સૂચના આપવામાં આવી છે.