વડોદરા

સયાજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલમાં છેલ્લા ર૦-રપ દિવસથી દર્દીઓને જ્યારે વધુ ઓક્સિજનની જરૂર હોય ત્યારે બાયપેપના વચગાળાના વિકલ્પ તરીકે બેઈન સર્કિટ સિસ્ટમ ખૂબ ઉપયોગી થઈ પડી છે. હાલ કોરોના કટોકટીના સમયે ખાસ કરીને બાયપેપ અને અંતિમ ઉપાય જેવા ઈન્વેઝિવ વેન્ટિલેટરના વચગાળાના સરળ, સુવિધાજનક અને અસરકારક ઉપાયના રૂપમાં બેઈન સર્કિટ તરીકે ઓળખાતી એક જૂની એનેસ્થેસિયા ડિલિવરી સિસ્ટમ ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે. હાલ વેન્ટિલેટરના વિકલ્પ તરીકે રપ૦ થી ૩૦૦ દર્દીઓ પર આ સિસ્ટિમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે દર્દીઓને અસરકારક ઈલાજ સરળ અને ઉપયોગી બની રહ્યો છે તેવું સયાજી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના તજજ્ઞ તબીબ ડો. નેહા શાહ, ડો. મમતા પટેલ અને ડો. દેવયાની દેસાઈએ એક વાતચીતમાં જણાવ્યું હતું. તજજ્ઞ તબીબ ઉપરોક્ત તબીબોએ વધુમાં ઉમેર્યું હતું કે, આ એનેસ્થેસિયા વિજ્ઞાનની ટેકનિક ઘણી જૂની છે. ૧૯૭૨માં બેઈન નામના વૈજ્ઞાનિકે સંશોધન કરી વિકસાવી છે જેમાં તબીબે દર્દીઓને વધુ પ્રેશરથી ઓક્સિજન આપવામાં આ સિસ્ટમ કે ટેકનિકની ઉપયોગિતા નવેસરથી ઉજાગર કરી પછી તેનો ઉપયોગદ વધુ પ્રચલિત અને વ્યાપક બન્યો. ખૂબ જ સરળ અને ઓછા ખર્ચાળ એવી દર્દીઓના ફેફસાં સુધી જરૂરી માત્રામાં ઓક્સિજન પહોંચાડવા માટે અને ઉચ્છ્‌શ્વાસમાં કાર્બનના સલામત નિકાલ માટેની આ ટેકનિક ખૂબ જ ઉપયોગી જણાઈ છેે. બેઈન સર્કિટ સિસ્ટમ અંગે સયાજી હોસ્પિટલમાં કોરોના વિભાગના નોડલ અધિકારી તબીબ ડો. બેલિમે જણાવ્યું હતું કે, બાયપેપના વિકલ્પરૂપે આ સિસ્ટમનો ઉપયોગ અત્યાર સુધી ર૦૦ થી ૩૦૦ દર્દીઓ પર શરૂ કર્યો છે, જે રાહતરૂપ જણાયો છે.