મહુધા, તા.૨૮ 

મહુધા તાલુકા પંચાયતના આઇસીડીએસ વિભાગના બાળ વિકાસ અધિકારી અનીતાબેન પટેલ દ્વારા મીટિંગ હોલમાં આઇસીડીએસના કર્મચારીનો ચાલુ કચેરી દરમિયાન જન્મ દિવસની ઉજવણી કરવાના મામલે ટીડીઓએ નોટિસ ફટકારી હતી. આ આખો મામાલો સોશિયમ મીડિયામાં બર્થ-ડે સેલિબ્રેશનના ફોટો મૂક્તાં સામે આવ્યો હતો. મહુધા ટીડીઓએ મહુધા બાળ વિકાસ વિભાગના તમામ કર્મચારીઓને નોટિસ ફટકારી હતી.

મહુધા તાલુકા પંચાયતના આઇસીડીએસ વિભાગના બાળ વિકાસ અધિકારીને સરકારની કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સથી કોઈ ફેર પડતો ન હોય તેવો ઘાટ સર્જાયો હતો. ગત તા.૧૦ જુલાઈએ શુક્રવારના રોજ મહુધા ટીડીઓ ચુણેલ ખાતે વાંસ પ્રોજેક્ટમાં થયેલાં ભ્રષ્ટાચારની તપાસ કરવા ગયાં હતાં. એ વખતે બીજી તરફ તાલુકા પંચાયતના આઇસીડીએસ વિભાગના સીડીપીઓ અનીતાબેન પટેલે કોવિડ-૧૯ના નિયમોને કોરાણે મૂકી પોતાના એક કર્મચારીના જન્મદિવસની ઉજવણીમાં મશગુલ બની ગયાં હતાં. સરકાર કોરોનાને લઈ ગંભીર જાેવાં મળી રહી છે. ત્યારે મહુધા બાળ વિકાસ અધિકારીએ સરકાર દ્વારા કોરોનાને નાથવા ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિર્ણયોને કોરાણે મૂકી દીધાં હતાં. આઇસીડીએસ વિભાગમાં જન્મ દિવસ તો ઉજવ્યો સાથે તેનાં ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં પંથકના લોકોમાં ભારે રોષ જાેવાં મળ્યો હતો.

આ સમગ્ર મામલે મહુધા તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયાએ મહુધા બાળ વિકાસ વિભાગના કર્મીઓને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો હતો. નોટિસના જવાબમાં કર્મીઓએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, અમે તમામ કર્મીઓએ કેક કાપતાં પહેલાં કોરોના-૧૯ની માર્ગદર્શિકા મુજબ હેન્ડવોશ અને સેનેટાઇઝરનો ઉપયોગ કર્યો હતો. કેક કાપી ત્યારે કેક ખાવા અને ખવડાવતાં સમયે માસ્ક ખરાબ ન થાય તે માટે માસ્ક ઊતારવામાં આવ્યું હતું