ડભોઇ : હાલ જ્યારે કોરોના મહામારી માં દર્દીઓ ને ઑક્સીજન ની ખૂબ જરૂર પડતી હોય છે ત્યારે વલ્લભ યૂથ ઓર્ગેનાઇજેશન અને કેટલાક દાતાનોના સહકાર થી ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે રૂ.૨૦ લાખ ના ખર્ચે ૧ ટન ઑક્સીજન પ્લાન્ટ, સાથે જ ધારાસભ્ય ની ગ્રાન્ટમાંથી નગર અને તાલુકા માટે ૨ એબ્યુલન્સ, સાથે જ તાલુકા ના વિવિધ પી.એચ.સી.સેન્ટરો ખાતે ૧૨ જેટલા ઑક્સીજન કોન્સ્ટ્રેટર્સનું વચ્ર્યુઅલ લોકાર્પણ ભાજપ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ સી.આર.પાટીલ ના ઉદઘાટક પદે ડભોઇ આર્ટસ સાયન્સ કોલેજ ના સેમિનાર હૉલ ખાતે રાખવામા આવ્યું હતું. આ પ્રસંગે વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન ના શ્રી વ્રજરાજકુમારજી મહોદય ખાસ ઉપસ્થીત રહ્યા હતા. ડભોઇ નગર માં વધતા કોરોના કેશો અને ઑક્સીજન ની માંગ સાથે જ એમ્બુલન્સ ની માંગ સામે લોકાર્પણ અને ભૂમીપૂજન કાર્યક્રમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની વર્ચ્યુયલ હાજરી માં વલ્લભ યૂથ ઓર્ગેનાઇજેશન ના સાહિયોગ થી તેમજ મુખ્ય દાતા દીપેનભાઈ અને શોબનાબેન સતદેવ દ્વારા ડભોઇ નગર અને તાલુકા ની પ્રજા ને ઑક્સીજન ની અછત પૂરી પાડવા માટે ૧ ટન ઑક્સીજન પ્લાન્ટ રેફરલ હોસ્પિટલ ખાતે તૈયાર થનાર છે.જેનું શ્રી વલલાભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પ.પૂ.પા.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની હાજરી માં ભૂમીપૂજન કરવામાં આવ્યું હતું. હર હંમેશ પ્રજા ની પડખે ઉભા રહેનારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ની ગ્રાન્ટ માથી બે એમ્બ્યુલન્સ રૂ.૧૪ લાખ ના ખર્ચે ખરીદેલ નું લોકાર્પણ હાથ ધરવામાં આવ્યું હતુ.