/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ભાજપાના કાર્યકરો અને ટેકેદારો દ્વારા મીઠાઈ વહેંચી દારૂખાનું ફોડી- હર્ષોલ્લાસથી ઉજવણી

વડોદરા, તા.૧૬

વડોદરાને લાંબા સમય બાદ રાજ્ય સરકારની કેબિનેટમાં મહત્ત્વના હોદ્દાઓ આપવામાં આવ્યા છે. વડોદરા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટ મંત્રી સાથે મુખ્યમંત્રી બાદ રાજ્ય સરકારમાં નંબર-રનું સ્થાન તેમજ શહેર-વાડીના ધારાસભ્ય મનીષા વકીલને રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો મળતાં ભાજપાના નેતાઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે કેબિનેટ મંત્રી બનેલા રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાનની બહાર પણ કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. અનેક અટકળો અને ખેંચતાણ તેમજ વિવિધ નામોની ચાલતી ચર્ચા વચ્ચે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના આજે કરવામાં આવીહ તી. આજે ર૪ મંત્રીઓએ શપથગ્રહણ કર્યા હતા. જેમાં ૧૦ કેબિનેટ મંત્રીઓમાં રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટ મંત્રી તેમાંય રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી બાદ નંબર-રનું સ્થાન મળતાં શહેર ભાજપાના કાર્યકરો અને અગ્રણીઓએ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે શહેર વાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલને રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો આપવામાં આવતાં શહેર ભાજપા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપાના નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા અને વડોદરાના બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળતાં ભાજપાના નેતાઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડીને તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી.

જ્યારે કેબિનેટ મંત્રી બનેલા રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાનની બહાર કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરામાંથી લાંબા સમય બાદ રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. શહેર ભાજપા પ્રમુખે જણાવ્યું કે, શહેર માટે ગૌરવની બાબત છે કે બે ધારાસભ્યોને આજે મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. અમે તેઓને અભિનંદન આપીએ છીએ. વડાપ્રધાન મોદીએ જુદા જ પ્રકારનો પ્રયોગ ગુજરાતમાં કર્યો છે અને બે ધારાસભ્યોને શહેરમાંથી સ્થાન આપ્યું છે જેથી એમનો આભાર માનીએ છીએ.

મનીષા વકીલ અને રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જે પૈકી રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને મનીષા વકીલને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશપ્રમુખ સી.આર.પાટફીલનો પણ આભાર માનીએ છીએ નવા શિક્ષિત અને યુવાન મહિલા ચહેરાઓને કારણે આવનારી વિધાનસભા ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે.

વડોદરાના પ્રથમ મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ મંત્રી બન્યાં

વડોદરા શહેર વાડી વિધાનસભા બેઠક પરથી સતત બીજી વખત ચૂંટાયેલા મનીષાબેન વકીલે વડોદરામાંથી મંત્રીપદ મેળવનાર સૌ પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યાનું ગૌરવ મેળવ્યું છે. રાજ્ય સરકારના મંત્રીમંડળમાં મહિલા અને બાળકલ્યાણ (સ્વતંત્ર હવાલો)ની જવાબદારી સોંપવામાં આવી છે. એમ.એ. અને બીએડ સુધીનો અભ્યાસ કરનાર મનીષાબેન વકીલ સ્કૂલમાં સુપરવાઈઝર તરીકે અને સોલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ વાંચનનો પણ શોખ ધરાવે છે.

લાંબા સમય પછી વડોદરાને કેબિનેટ મંત્રીપદ મળ્યું

૧૯૯૫માં ભાજપાએ ગુજરાતમાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ છેલ્લા ર૬ વર્ષથી ભાજપાનું શાસન છે. ત્યારે વડોદરામાંથી ભાજપા સરકારમાં નલીન ભટ્ટ, આરોગ્ય અને શિક્ષણમંત્રી તરીકેની તો જશપાલસિંગે પુરવઠા મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. જાે કે, ત્યાર પછી વડોદરામાંથી ભૂપેન્દ્ર લાખાવાલા, જિતેન્દ્ર સુખડિયા, યોગેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા પરંતુ કેબિનેટ મંત્રી તરીકે કોઈને જવાબદારી મળી ન હતી. જાે કે, ગત સરકારમાં અકોટા વિધાનસભામાંથી ચૂંટણી લડેલા સૌરભ પટેલને કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સોંપાઈ હતી, પરંતુ તે મૂળ વડોદરાના ન હતા. આમ વડોદરાને લાંબા સમય બાદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીપદ મળ્યું છે.

કેબિનેટમાં મુખ્યમંત્રી પછી રાજેન્દ્ર ત્રિવેદી બીજા ક્રમે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ બનેલા નવા મંત્રીમંડળમાં વડોદરા શહેર રાવપુરા વિધાનસભા બેઠક પર બીજી વખત ચૂંટાયેલા રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટમાં મંત્રીપદ બીજા ક્રમે સ્થાન મળ્યું છે. રાજ્યના પ્રધાનમંડળમાં વડોદરાને ક્યારેય આટલું ઊંચું સ્થાન મળ્યું નથી. રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ, કાયદો અને ન્યાયતંત્ર, સંસદીય બાબતોના વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ત્રિવેદી આ અગાઉ રમત ગમત મંત્રી તરીકે તેમજ તે પૂર્વે પાલિકામાં સ્થાયી સમિતિના સભ્ય અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી ચૂકયા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution