સ્વિસ

ભારતની ટોચની ખેલાડી અને વર્લ્‌ડ ચેમ્પિયન પીવી સિંધુએ સેમિફાઇનલમાં પહોંચી. શુક્રવારે મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં તેઓએ થાઇલેન્ડના બુસાનાનને ૨૧-૧૬, ૨૩-૨૧ થી હરાવી હતી. અગાઉ બેસલમાં રમાયેલી સ્વિસ બેડમિંટન ઓપનના ચોથા દિવસે ભારતની શરૂઆત સારી નહોતી.

અજય જયરામને પુરુષ સિંગલ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ૬૦ મા ક્રમાંકિત અજયને ક્વાર્ટર ફાઈનલ મેચમાં આઠમી ક્રમાંકિત થાઇલેન્ડના કુનલાવૂટ વિટ્ટીડેસનથી ૨૧-૯, ૨૧-૬ થી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને વચ્ચેની મેચ ફક્ત ૨૯ મિનિટ સુધી ચાલી હતી અને થાઇ ખેલાડીએ અજયને કોઈ તક આપી ન હતી અને એકતરફી તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધો હતો.

તે જ સમયે મિશ્રિત ડબલ્સમાં સાત્વિક-પોનપ્પા ક્વાર્ટર ફાઇનલમાં હારી. ૭૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં જાેડીને ૨૧-૧૭, ૧૬-૨૧, ૨૧-૧૮ થી હરાવીને મલેશિયાના ટેન કિયાન મેંગ અને લા પે જિંગે પરાજય આપ્યો હતો.

પાંચમા ક્રમાંકિત બી સાઈ પ્રણીત પણ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો. તેમને ૪૫ મિનિટની રમતમાં મલેશિયાના બીજા ક્રમાંકિત લી જી જિયાએ ૨૧-૧૪ ૨૧-૧૭થી હરાવ્યો હતો.