આણંદ: વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આજે સિન્ડિકેટની બેઠક યોજાઇ હતી. એજન્ડામાં સમાવિષ્ટ ૩૩ કામ સર્વાનુંમતે મંજૂર કરવામાં આવ્યા હતા. અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આજે વાઈસચાન્સેલરની અધ્યક્ષતામાં સિન્ડિકેટની બેઠક યોજાઇ હતી, જેમાં એજન્ડામાં સમાવિષ્ટ તેત્રીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી યુનિવર્સિટી હસ્તકની ત્રણ ગર્લ્સ હોસ્ટેલના નામ મણીબેન પટેલ, લક્ષ્મીબાઈ સહિત મહિલાનાં નામ જાેડવામાં આવે તેવી રજૂઆત મહિલા સશક્તિકરણ અંતર્ગત કરવામાં આવી હતી. આ ઉપરાંત એન.એસ.પટેલ કોલેજ ઓટોનોમસ બનતાં એફીલેશન ફી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જાેકે, આગામી માર્ચ માસમાં વર્તમાન સિન્ડિકેટ સભ્યનો કાર્યકાળ પૂર્ણ થતો હોય આજની બેઠક અંતિમ હોવાનું જાણવા મળેલ છે.