વડોદરા : રાજ્યના પોલીસ તંત્રમા ખળભળાટ મચાવનાર પી.આઇ.ની પત્ની ગુમ થવાનો મામલામા ગ્રામ્ય પોલીસ સક્રિય થઇ છે. જિલ્લા પોલીસ વડાએ આજે એસ.ઓ.જી. પી.આઇ. દેસાઇ પાસેથી પણ ચાર્જ આંચકી લઇ લીવરીઝર્વમાં મુકી દીધા હતાં. બીજી તરફ પત્ની ગુમ થવા પાછળ પી.આઇ.નો હાથ હોવાની શંકા દર્શાવી અજય દેસાઇના પોલીગ્રાફીક અને નાર્કોટેસ્ટ માટે અદાલતમાંથી મંજૂરી અદાલતમાંથી માગી છે.

વડોદરા જિલ્લા એસઓજી પીઆઇ અજય દેસાઇ અને તેમના પત્ની સ્વીટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં રહે છે. સ્વીટીબેન (ઉં.૩૭) ગત. ૬ જુનના રોજ સ્વીટીબેન પુત્રને મુકીને કોઇને પણ જાણ કર્યા વગર નિકળી ગયાં હતાં. સ્વીટીબેનની ઘર તથા આપસાપ ભાળ નહિ મળતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ ઘટનાના પાંચ દિવસ બાદ તા.૧૧ જુનના રોજ સ્વીટીબેનના ભાઇ જયદિપ પટેલે (રહે.આણંદ) બપોરે કરજણ પોલીસ મથકમાં ગુમની જાણ કરી હતી. કરજણ પોલીસે બપોરે ૩.૫૦ કલાકે જયદીપ પટેલની ફરિયાદને આધારે જાણવા જાેગ નોંધ દાખલ કરી હતી. કરજણ પોલીસને ૨૪ દિવસથી સ્વીટીબેનનો કોઈ પત્તો લાગી શક્યો નથી. ઘટનાની જાણ થતા ગતરોજ ઉચ્ચ કક્ષાએથી મામલાની વધુ તપાસના આદેશો છુટતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું.

સોમવારે પોલીસ દ્વારા ર્જીંય્ ઁૈં અજય દેસાઇનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવાની સાથે વધુ કાર્યવાહી કરવાની તેજ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કરજણ ખાતે અજય દેસાઇના પત્ની ૫ જુનના રોજ ગાયબ થયા હતા. ત્યાર બાદ તેમના ભાઇએ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપી હતી. સીસીટીવી તથા સંબંધિઓની તપાસ કરવામાં આવી. તેની સાથે ગુજરાતમાં વણઉકેલાયેલી લાશોને ઉકેલવાની તજવીજ તેજ કરી દેવામાં આવી હતી. હાલમાં તમામ ટેકનીકલ અને સર્વેલન્સની બાબતોની ઝીણવટભરી રીતે તપાસમાં આવી રહી છે. કરજણ સહિત આજુબાજુના વિસ્તારમાં ફીઝીકલ તપાસ તથા સોશિયલ મીડિયા પર સ્વીટીબેનની ભાળ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વધુમાં સુધીર દેસાઇએ ઉમેર્યું હતું કે, અજય દેસાઇએ મામલે જણાવેલા નિવેદનની સત્યતા ચકાસવા માટે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી રહી છે. એસડીએસ ટેસ્ટ માટે અજય દેસાઇને અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા છે. હાલ તબક્કે આ મામલે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, કરજણ પોલીસ અને ડભોઇ ડીવીઝનના ડી સ્ટાફની વિવિધ ટીમો બનાવીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ અજય દેસાઇને લીવ રીઝર્વ પર મુકી દેવામાં આવ્યા છે. આ બનાવની તપાસ કરી રહેલા, ડીવાઇએસપી કલ્પેશ સોંલકીએ જણાવ્યું હતુ કે, કરજણ ખાતે રહેતા પોલીસ ઇન્સપેકટર અજય દેસાઇના વર્ષ ૨૦૧૫માં સ્વીટીબેન સાથે પ્રેમલગ્ન થયાં હતા. લગ્ન જીવનમાં તેમને બે વર્ષનુ બાળક છે. અજય દેસાઇએ પ્રેમલગ્ન કર્યા હોવાથી ઘરમાંથી નાના-મોટી બાબતે તું તું મેં મેંપ લાંબા સમયથી ચાલી રહીં હતી. દરમિયાન ગતા તા. ૫ જુનના રોજ સવારે સાડા આંઠ વાગ્યાના અરસામાં અજય દેસાઇએ ઘરમાં જાેયુ ત્યારે તેમના પત્ની સ્વીટીબેન જાેવા મળ્યાં હતા. જેથી તેમણે શોધખોળ કરી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો.

વધુમાં ડ્ઢરૂજીઁ કલ્પેશ સોલંકીએ જણાવ્યું કે, લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ પરિવારને સ્વીટીબેનનો કોઇ પત્તો ન લાગતા આખરે તેમના ભાઇ દ્વારા ગત રોજ કરજણ પોલીસ સ્ટેશન ખાતે ગુમ અંગેની જાણવા જાેગ અરજી આપવામાં આવી હતી. જેની તપાસ કરતા પોલીસ દ્વારા ઇન્સપેકટર અજય દેસાઇ સહિત પરિવારના સભ્યો તેમજ અન્ય લોકોના નિવેદન લેવામાં આવ્યાં હતા. અત્યાર સુધીમાં ૮ જેટલી અનઆઇડેન્ટીફાઇડ મહિલાઓની ડેડ બોડીની પણ તપાસ કરવામાં આવી છે. તેમજ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા અવાવરી જગ્યા, હાઇવ પરના લારી-ગલ્લા, છકડા, ટ્રક ડ્રાઇવર, ધાર્મિક સ્થાનો પર તેમની તસ્વીર બતાવી તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આગામી દિવસોમાં તપાસ દરમિયાન સ્વીટીબેનના ઘર નજીક લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવશે. તેઓ એમ પણ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં સ્વીટીબેનના ભાઇ તરફથી ઇન્સપેકટર અજય દેસાઇ સામે કોઇ શંકા દાખવવામાં આવી નથી.

પત્ની ગુમ થાના એક માસ બાદ પી.આઈએ મૌન તોડી નિવેદન આપ્યું

પાંચમી જુનની મધરાતે પોતાનો ફોન અને બે વર્ષના પુત્રને મુકી ધર છોડી પત્ની સ્વીટી ક્યાંક ચાલી ગઈ હોવાના બનાવના એક માસ બાદ જિલ્લા એસ.ઓ.જી પી.આઈ એ.એ. દેસાઈએ મૌન તોડીને કરજણ પોલીસમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું.કે સામાજીક કારણોસર અમારી બન્ને વચ્ચે જે કાઈ પ્રશ્નો રહ્યા હતા તેના કારણે આ ભુલ થયેલી છે. જાેકે સામાજીક કારણોસર વાત બહુ ફેલાય નહી તે માટે કરજણ પોલીસમાં ગુમ થયા અંગેની જાહેરાત આપવામાં આવી નથી.