વડોદરા,તા.૯

વડોદરા શહેરમાં આગામી તહેવારના દિવસોમાં ખાસ કરીને સોના ચાંદીની ખરીદી કરનારાઓમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇના યુદ્ધને લઈને ફફડાટ ફેલાયો છે. આ યુદ્ધ ત્રણ દિવસ પહેલા શરુ થયું ત્યારથી આજદિન સુધીમાં સોનાના ભાવમાં આજે ૩૦૦ રૂપિયા સુધીનો વધારો થતા ઘણા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.જાે આજ સ્થિતિ જારી રહી તો સામી દિવાળીએ સોનાના ભાવોમાં હોળી સર્જાશે એવો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પરંતુ વડોદરાના બુલિયન બજારના અગ્રણીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધના ભણકારા વચ્ચે સોનાની ચમક યથાવત રહેશે.પરંતુ ભાવોમાં ભાવ વધારાની ચમક જાેવા મળે એવી શક્યતાઓ નહિવત છે. જેને લઈને તહેવારોના ઉમંગમાં સોનાની ખરીદી પ્રસંગોનો રંગ ફિક્કો પડવા દેશે નહિ એમ તેઓએ દ્રઢ વિશ્વાસ સાથે જણાવ્યું હતું. આ વાતને સમર્થન આપતા હોય કે ખુલાસો કરતા સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધના પ્રારંભે સોનાના ભાવ ઉંચકાયા પછી હાલના તબક્કે સાવ તળીયે પટકાયા હતા.રશિયા અને યુક્રેન યુદ્ધના પ્રારંભે સોનાના જે ભાવ ઉંચકાયા હતા એ ત્યારપછીના દિવસોમાં એમાં પ્રતિ દશ ગ્રામ આઠથી દશ હજારનો નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો હતો.એ બાબતને પણ ધ્યાનમાં રાખવી જાેઈએ. એમના જણાવ્યા મુજબ હાલમાં સામી દિવાળીએ ચાલુ થયેલા ઇઝરાયલના યુદ્ધની કોઈ ખાસ અસર આગામી દિવસોમાં બુલિયન માર્કેટ ઉપર પડશે નહિ. જાે કે સાથોસાથ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે દિવાળીના દિવસોમાં ધનતેરસ અને દિવાળીના દિવસે તેમજ સામી દિવાળીએ આવતા રવિપુષ્ય અને ગુરુ પુષયામૃત જેવા પુષ્ય નક્ષત્રના યોગ હોય ત્યારે ઘરાકી અને માગ વધતા ભાવો ઉંચકાય છે. એ નિર્વિવાદ બાબત છે.માગ વધે અને ભાવો ઉંચકાય એ સામાન્ય બાબત છે.પરંતુ યુદ્ધની સ્થતિને લઈને ભાવો સોના ચાંદીના ઉંચકાશે એવી કોઈ શક્યતા નથી એમ તેઓએ દ્રઢપણે જણાવ્યું હતું. જે કાંઈ દિવાળીના તહેવારો ટાણે ભાવો વધતા હોય છે એ માગમાં વધારાને લઈને વધે છે. જે લાભ પાંચમ પછીથી ઘટતા હોવાનું જવેલર્સે જણાવ્યું હતું.