કાબુલ-

એમ્નેસ્ટીએ ગજનીના નાના ગામ મુંદારખ્તમાં એક ગ્રામીણનો ઈન્ટરવ્યુ કર્યો હતો, જે જાહેરમાં કરાયેલી હત્યાનો સાક્ષી છે. ૩ જુલાઈએ અફઘાની સેના અને તાલિબાનો વચ્ચે લોહિયાળ જંગ શરૂ થયો હતો. ડરને કારણે અમે લોકોએ અમારું ગામ છોડી દીધું અને ગરમીની સીઝનમાં જે અમારી ગોચર જગ્યાએ છે ત્યાં અમે જતા રહ્યા હતા. તે અમારું પારંપરિક ઠેકાણું છે. ત્યારે અસ્થાયી ઘર બનાવાયા છે. જ્યારે ગામથી અમે ૩૦ પરિવાર ભાગ્યા હતા ત્યારે અમારી પાસે પૂરતો ખાવા-પીવાનો સામાન નહોતો.આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે અફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યક હઝારા સમાજના લોકો પર એક રિપોર્ટ પબ્લિશ કર્યો છે. એમાં સાક્ષીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે તાલિબાનો હઝારા સમુદાય પર કેવી ક્રૂરતા કરી રહ્યા છે. ગજની, જ્યાં તાલિબાનોએ ગયા મહિને કબજાે કરી લીધો હતો. એમ્નેસ્ટીનું કહેવું છે કે જુલાઈથી અત્યારસુધીમાં તાલિબાનોએ હઝારા સમુદાયના લોકોની હત્યા કરી છે, એમાં ૯ લોકોની હત્યા ખૂબ નાનો હિસ્સો છે. ૪૫ વર્ષના વાહેદ કરામાનને તાલિબાનોએ તેમના ઘરેથી ઉપાડી લીધો. તેના હાથ-પગ તોડી દેવામાં આવ્યા. તેના પગમાં ગોળી મારવામાં આવી અને તેના વાળ ખેંચી લેવામાં આવ્યા. તેના ખિસ્સામાંથી થોડા પૈસા મળ્યા તો તાલિબાનીઓએ તેના પર આરોપ લગાવ્યો કે તે અફઘાનિસ્તાનની સરકાર માટે કામ કરી રહ્યો છે. ત્યાર પછી તાલિબાનોએ તેનું ગળું તેના જ મફલરથી દબાવી દીધું. ગામના ૩ લોકોએ તેની દફનવિધિ કરી. તેમણે જણાવ્યું હતું કે તેના આખા શરીર પર ઈજાનાં નિશાન હતાં.

૪૦ વર્ષના અબ્દુલ હાકિમને તાલિબાનો તેના ઘરેથી ખેંચી લાગ્યા અને તેને ડંડા અને બંધૂકના નીચલા ભાગથી ખૂબ માર્યો હતો. તેના હાથ તોડી નાખવામાં આવ્યા. પગમાં અને છાતીમાં ૨-૨ ગોળીઓ મારવામાં આવી હતી. બાજુના એક ખાડામાં તેની લાશ ફેંકી દેવામાં આવી હતી. અમે બધાએ ભેગા થઈને ત્યાં જ તેની દફનવિધિ કરી દીધી. અમે તાલિબાનોને સવાલ કર્યો કે આવું કેમ કરી રહ્યા છો? તો તેમણે જવાબ આપ્યો કે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે દરેક લોકો મરે છે. તમારી પાસે બંધૂક છે કે નહીં એનાથી કોઈ ફેર નથી પડતો. દરેકને મરવું જ પડે છે. ૨ દિવસ સુધી આવી હત્યાઓનો સિલસિલો ચાલતો રહ્યો. અન્ય ત્રણ લોકો- અલી જન ટાટા, જિયા ફકીર અને ગુલામ રસૂલ રેજાનની પણ હત્યા કરવામાં આવી. આ લોકો મુંદારખ્ત ગામથી નીકળીને બાજુના ગામમાં જવાનો પ્રયત્ન કરતા હતા. તાલિબાની ચેક પોસ્ટ પર તેમને રોકવામાં આવ્યા અને ત્યાં જ તેમની હત્યા કરી દેવામાં આવી. બે લોકોના પગ અને છાતીમાં ગોળી મારવામાં આવી. જિયા ફકીરની છાતી પર એટલી ગોળી મારવામાં આવી કે બે ટુકડામાં તેના મૃતદેહની દફનવિધિ કરવી પડી. ૩ અન્ય લોકોની તેમના ઘરમાં જ હત્યા કરવામાં આવી. ૭૫ વર્ષના સઈદ અમહદ તાલિબાનો સામે કરગરતા હતા કે તેઓ વૃદ્ધ છે અને તેથી તેમને છોડી દેવા જાેઈએ. તેમને તેમના જાનવરોને ચારો આપવાનો છે. તેમ છતાં તાલિબાનોએ તેમને ૩ ગોળી મારી દીધી. ૨૮ વર્ષનો જિયા ડિપ્રેશનનો શિકાર થયો અને ભાગ્યે જ તેના ઘરની બહાર નીકળતો હતો. જ્યારે તાલિબાનોએ ગામ પર કબજાે કર્યો તો તેણે ઘર છોડવાનો ઈનકાર કર્યો હતો. માએ બહુ સમજાવ્યો, તેથી તે ઘર છોડવા માટે રાજી થયો. તે એકલો જ બાજુના ગામમાં જતો હતો ત્યારે જ તાલિબાનોએ પકડીને તેની હત્યા કરી દીધી. માનસિક બીમારથી પીડિત ૪૫ વર્ષના કરીમ બખ્શને પણ માથામાં ગોળી મારીને હત્યા કરાઈ છે.

તારીખ ૮ ઓગસ્ટ ૧૯૯૮માં તાલિબાનના લડાકુઓએ અફઘાનિસ્તાનમાં મજાર-એ-શરીફમાં દાખલ થતાં જ હોબાળો શરૂ કરી દીધો હતો. જે જ્યાં મળ્યું ત્યાં ગોળી મારી દીધી. ઘણા દિવસો સુઝી હઝારા સમુદાયના હજારો લોકોને પકડી પકડીને મારવામાં આવ્યા હતા. તાલિબાનોએ લાશો પણ દફન નહોતી કરવા દીધી. ત્યારે બલ્ખના તાલિબાન ગવર્નર મુલ્લા મન્નાન નિયાઝીએ એક ભાષણમાં કહ્યું હતું કે ઉઝ્‌બેક લોકો ઉઝ્‌બેકિસ્તાન જાય અને તાજિકિ તાજિકિસ્તાન જતા રહે અને હઝારા મુસ્લિમ બની જાય. અંતે, કોઈ જગ્યા ના મળે તો કબ્રસ્તાન જાય.હવે ૨૩ વર્ષ પછી એકવાર ફરી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પરત આવ્યું છે. એને કારણે હજારો હઝારા લોકો ડરમાં જીવી રહ્યા છે. ઘણી જગ્યાએ તાલિબાનો તેમની દીકરીઓ સાથે જબરદસ્તી લગ્ન કરી રહ્યા છે. આ પ્રમાણેનો રિપોર્ટ સામે આવ્યો છે. જાેકે હજી આ વિશે ચોક્કસ ખુલાસો થઈ શક્યો નથી. જાેકે અમુક વિસ્તારોમાં હત્યાઓ પણ શરૂ થઈ છે.