મુંબઇ

જ્હાન્વી કપૂર ‘ગૂડ લક જૈરી’ નું શૂટિંગ પંજાબમાં શરુ થઇ ગયું છે. આ ફિલ્મ શૂટનું પહેલું શિડયુલ રવિવારે શરુ થયું જે માર્ચ સુધી ચાલશે. પરંતુ પંજાબના બસ્સી પઠાનામાં શરુ થયેલ શૂટિંગને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો. વિરોધના કારણે શૂટિંગ રોકવી પડી હતી.

ફિલ્મ ‘ગૂડ લક જૈરી’ ના શૂટિંગ માટે પહોચેલી ટીમને અંદોલનકારીઓએ રોકી દીધી હતી. ત્યાર બાદ ખેડૂતોને મનાવવાની કોશિશ કરવામાં આવી. આ બાદ જ્હાન્વી કપૂરે ખેડૂત આંદોલનના પક્ષમાં ઈન્સ્ટા પર સ્ટોરી શેર કરી ત્યારે જઈને ફિલ્મની શૂટિંગ શરુ થઇ શકી. 

રવિવારે ફિલ્મ ગૂડ લક જૈરીનું શૂટિંગ શરુ થવાનું હતું. આ દરમિયાન ખેડૂત આંદોલન સાથે જોડાયેલા યુવાનો ત્યાં પહુચી ગયા. યુવાનોએ કૃષિ કાનુનનો વિરોધ કરતા કરતા સરકારની સાથે બોલીવૂડ કલાકારો વિરુધ પણ નારા લગાવ્યા. તમનું કહેવું હતું કે પંજાબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે ત્યારે બોલીવૂડ સ્ટાર્સ અહિયાં શૂટિંગ કરવા આવે છે અને જતા રહે છે. બાદમાં જ્હાન્વી કપૂરે કિસાન આંદોલનના સમર્થનમાં પોસ્ટ મૂકી. ત્યારે મામલો થાળે પડ્યો. 

આનંદ રાય પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. દિપક ડોબરિયલ, મીતા વશિષ્ઠ, નીરજ સૂદ અને સુશાંત સિંહ આ ફિલ્મમાં જોવા મળશે.