રાજપીપળા, રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સેમિનાર માટે નર્મદા જિલ્લાના પોઈચા મંદિર ખાતે આવી રહ્યા છે.રાજપીપળાના એરોડ્રામ પર ૧૧ મી જાન્યુઆરીએ સવારે રાજ્યપાલનું હેલિકોપટર લેન્ડ થશે.જ્યાં એમનું ગાર્ડ ઓફ ઓનર આપી રાજભવનની કારમાં રોડ માર્ગે પોઈચા જવા રવાના થશે. હવે રાજપીપળા હેલિપેડ પરથી જાે પોઈચા જવું હોય તો રાજપીપળાના બજાર વચ્ચેથી પસાર થવું પડે. રાજપીપળાના બજારોમાં હાલ ઉત્તરાયણ પર્વને લઈને રોજ કમાઈ રોજ ખાતા નાના વેપારીઓએ પતંગ-દોરીનો વ્યવસાય ચાલુ કર્યો છે, તો ત્યાં ફ્રુટ સહિત અન્ય લારી ગલ્લા પણ ઉભા જ રહે છે.ઉતરાયણે માંડ એમનો ધંધો જામ્યો છે, ત્યાં તો રાજ્યપાલનો કોન વે મુખ્ય બજાર માંથી પસાર થવાનો હોવાથી નર્મદા જિલ્લા કલેકટરની સૂચનાથી તંત્ર દ્વારા સોમવારે સવારે લારી ગલ્લાઓ નહીં ખોલવા સૂચના આપવામાં આવી છે.તંત્રના આ ર્નિણય સામે નાના વેપારીઓમાં છૂપો રોષ પેદા થયો છે. વેપારીઓનું કેહવું છે કે સવારે બજારો બંધ હોય તો બપોર બાદ કોઈ ગ્રાહક આવતું નથી.એમનુ કેહવું છે કે રાજ્યપાલને પોઈચા લઈ જવાના હોવાથી કલાક પહેલાં પોલીસ ગોઠવી ટ્રાફિક હટાવી દે અને કોન વે ગયા પછી ફરી બજાર ધબકતું થઈ જાય તો એમાં લોકોની રોજગારી પણ છીનવવા નહિ.તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે જ ગરીબ લોકોને લારી ગલ્લા હટાવી દેવાની આપી સૂચના મળતાં નારાજગી છે.