મુંબઈ

અગ્રણી ઓટો કંપની ટાટા મોટર્સે મંગળવારે જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં તેનું એકત્રીકરણ ચોખ્ખું નુકસાન રૂ. ૭,૫૮૫.૩૪ કરોડ થયું છે. ટાટા મોટર્સે શેર બજારને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળા દરમિયાન તેનું કન્સોલિડેટેડ ચોખ્ખું નુકસાન ૯,૮૬૪ કરોડ રૂપિયા હતું.

કંપનીએ જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તેની કુલ આવક રૂ. ૮૯,૩૧૯.૩૪ કરોડ હતી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ., ૬૩,૦૫૭ કરોડ હતી.નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ટાટા મોટર્સનું કન્સોલિડેટેડ ચોખ્ખું નુકસાન રૂ .૧૩,૩૯૫.૧૦ કરોડ થયું છે, જ્યારે આ સમયગાળા દરમિયાન કુલ આવક રૂ. ૨,૫૨,૪૩૭.૯૪ કરોડ રહી છે.નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કંપનીને ૧૧,૯૭૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જ્યારે આ સમયગાળા દરમિયાન તેની કુલ આવક ૨,૬૪,૦૪૧ કરોડ રૂપિયા હતી.