વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુખ્ય બજારો પર તવાઈ લાવવામાં આવી છે. જેના ભાગરૂપે પાલિકાની દબાણ શાખાની ટુકડીઓ અને પોલીસનું વહેલી સવારથી સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભૂતડીઝાંપ્પાંથી કારેલીબાગ પાણીની ટાકી માર્ગ પર પ્રત્યેક શુક્રવારે ભરાતા શુક્રવારી બજારને બંધ કરાવી દેવામાં આવ્યું હતું.આ બજારમાં જેઓએ પાથરણા લગાવી દીધા હતા.તેઓને તાકીદે ઉઠાવીને રોડ ખુલ્લો કરવા પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. એની સાથોસાથ એ જ પ્રમાણે મંગળબજારના પાથરણાવાળાઓને પણ દૂર કરાયા હતા. જેને લઈને ગાંધીનગર ગૃહથી ન્યાયમંદિર તરફ જતો માર્ગ વાહનોની આવનજાવનને માટે ખુલ્લો થઇ ગયો હતો. આ માર્ગ પરના તમામ પાથરણાવાળાઓને અને ફેરિયાઓને પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટુકડીઓએ દૂર કરાવ્યા હતા.આ દરમ્યાન ક્યાંકક્યાંક ઘર્ષણ પણ થવા પામ્યું હતું.