સુખસર

ફતેપુરા તથા સંજેલી તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા રસ્તાઓની કામગીરી માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી.તેના અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુરા સંજેલી તાલુકામાં ગત સાત વર્ષથી વધુ સમયના રી-કાર્પેટ ન થયેલ હોય તેવા રસ્તાઓની કામગીરી માટે રાજ્ય હસ્તકના રૂપિયા ૧૮.૭૯ કરોડના રસ્તાઓ અને પંચાયત હસ્તકના રૂપિયા ૩૦.૫૭ કરોડના રસ્તાઓના કુલ રૂપિયા ૪૯.૩૬ કરોડના કામોને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા મંજૂરીની મહોર મારી હતી અને આ રસ્તાઓની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

પંચાયત પ્રભાગના સાત વર્ષથી વધુ સમયના રી-કાર્પેટ કરવાના થતા રસ્તાઓમાં ફતેપુરા તાલુકાના કાળીયા હોળી ફળિયા રોડ,નાની બારા ધોળી ટોપલી,ઘાટાવાડા મોટી ઢઢેલી સબ સેન્ટર રોડ,નવાગામ વડવાસ ,સુખસર જવેસી ફતેપુરા,વલુંડા થી છાલોર સ્કૂલ સુધી, મોટીરેલ નાનીરેલ રોડ, નીંદકા અપ્રોચ રોડ,છાલોર જગોલા જલાઈ રોડ, નવાગામ કાચલા ફળિયા, વાગડ હોળી ફળિયા,પાટી ટીંબા વસઈ રોડ,ડુંગર ઘાટી ફળિયા,ઘુઘસ કુંડ ફળિયા,સલરા ભુતખેડી ફળિયા, માધવા ઊજડીયા ફળિયા રોડ,જાલોર વલરા ફળિયા, ભોજેલા વાડી ફળિયા, ભોજેલા બેટાડીયા ફળિયા, લખણપુર જાંબાસર,ડુંગરા ઘુઘસ ગડી ફળિયા રોડ,વટલી વાંગડ ગારાડીયા ફળિયા,વલુંડી રેલ્વે ટેન્ક રોડ,વાવડી કરમેલ નાકા ફળિયા,ડબલારા થી કાળા કાચલા રોડ,નાનાસરણાયા ડુંગરભીત ફળિયા,મોટીઢઢેલી સુકી દેવી ફળિયા,મોટીરેલ સીમાડા ફળિયા, જવેસી તળાવ ફળિયા, વાસીયાકુઈ ભાભોર ફળિયા,મોટીનાદુકણ ડીંડોર ફળિયા,નાના સરણાયા ડુંગર ભીત ફળિયા રોડ,મોલારા બટકવાડા રોડ, કુંડલા છાત્રાલય થી કુડલા સ્કૂલ રોડ, બારા ઇંટા રોડ,પીપલારા બાર સાલેડા રોડ,ડુંગર ખજુરીયા ઝેર ફાળીયા રોડ, મારગાળા ઈરીગેશન ટેન્ક રોડ,ઢઢેલા- માધવા ફતેગડી રોડ,મોટીઢઢેલી પટેલ ફળિયા,લખણપુર થી માતા ફળિયા રોડ વગેરેનો સમાવેશ થાય છે.