ભરૂચ

નાણાંકીય વર્ષમાં બાકી વેરા ખાતેદારો સામે આમોદ પાલિકા લાલઘૂમ બની હોય તેમ લાગી રહ્યું છે. વેરા બાકીદારો સામે કડક બની સંપતિઓ શીલ કરવાની કાર્યવાહી શરૂ કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પાલિકા ઇજનેર કિરણ મકવાણા તથા વેરા વસુલાત ટીમ દ્વારા રીલાયન્સ ટાવરનાં બાકી પડતા રૂ.૫,૫૦,૩૭૧/- બાકી પડતા લેણાના લીધે રીલાયન્સના ટાવરને સીલ મારી કડક કાર્યવાહી કરી હતી. આમોદ પાલિકાએ ટાવર સંચાલકોને લેખિતમાં વારંવાર નોટીસ આપવા છતાં બાકી બીલના નાણાં ભરપાઈ નહીં કરતા આમોદ નગરમાં આવેલા રીલાયન્સ ટાવરને આખરે શીલ કર્યો હતો. આ ઉપરાંત આમોદ પાલિકાએ ગત રોજ પણ બાકીવેરો ધરાવતા લોકોનું નળ કનેક્શન કાપી નાખ્યું હતું. જાે અન્ય કંપનીઓ તરફથી ટાવરના વેરા ભરવામાં નહિ આવે તો તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશેની ચેતવણી આમોદ પાલિકાએ ઉચ્ચારી હતી.