ગાંધીનગર-

ગુજરાત સરકાર દ્વારા 21 જૂનથી વેક્સિન મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વેક્સિન અભિયાનનો ફિયાસ્કો થઈ ગયો છે. અમિત શાહ ગાંધીનગર પોતાના મતવિસ્તારમાં આવ્યા હતા. ત્યારે તેમની ઉપસ્થિતિમાં તંત્રએ તેમને ખુશ કરવા વેક્સિન સેન્ટર વધારી તેમાં રસીના જથ્થો ખડકી દેવામાં આવ્યો હતો. નવા 2,000થી વધુ સેન્ટર રાજ્યભરમાં શરૂ કરાયા હતા, પરંતુ અત્યારે આ સેન્ટર 50 ટકાથી વધુ ઘટાડી દેવામાં આવ્યા છે. જે પણ સેન્ટર ચાલુ છે તે પણ માંડ માંડ ચાલી રહ્યા છે. એક બાજુ વેક્સિન લેવા માટે અવેર કરવામાં આવે છે. ત્યારે બીજી બાજુ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં નથી આવી રહી. ખુદ ગૃહપ્રધાને જે સેન્ટરની મુલાકાત લીધી હતી તે કોલવડાનું વેક્સિન સેન્ટર જ અત્યારે બંધ છે.

લોકો અહીં આવી ને ધક્કો ખાઇ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન પોતાના મત વિસ્તારમાં લોકોને અપીલ કરીને ગયા છે, પરંતુ તંત્ર દ્વારા અહીં જ વેક્સિનેશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો નથી. જોકે, પુરા ગુજરાતભરમાં વેક્સિનનો અભાવ જીવ મળી રહ્યો છે. લોકોને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે. કોલવડાની વાત કરીએ તો આ સેન્ટર પર અમિત શાહના આવ્યા બાદ રોજના 200 જેટલા ડોઝ મળતા હતા પરંતુ અત્યારે એક પણ ડોઝ જ વેક્સિનનો મળી રહ્યો નથી. ઊલટાનું બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. એકબાજુ લોકોને મોટા ઉપાડે વેક્સિન લેવા અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો નથી. ગાંધીનગર કોલવડા ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 21 જૂને જે વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી એ વેક્સિન સેન્ટર જ અત્યારે વેક્સિન ન મળવાથી બંધ છે. બહાર કોરોનાની રસીનો સ્ટોકના હોવાથી રસીકરણ બંધ છે. એવું બોર્ડ વેક્સિન સેન્ટર બહાર લગાવાયું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અહીં આવ્યા તેના બીજા કે ત્રીજા દિવસથી જ અહીં વેક્સિન આપવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.