વલસાડ,તા. ૨૪ 

વલસાડ નેશનલ હાઇવે નંબર ૪૮ પર ધરમપુર ચોકડી નજીક ઓવરબ્રિજ પાસે આજે બપોરે વાપી તરફ થી નવસરી તરફ જઈ રહેલ આઇસર નં. (ખ્તદ્ઘ ૧૫ ટટ ૦૦૬૭) આગળ ચાલી રહેલ ભારે વાહન માં ધડાકાભેર ટક્કર મરતા આઈસર ના આગળ ના ભાગ નો કચ્ચરધાણ થયો હતો જેમાં આઈસર ચાલક ની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આઈસર માં રહેલ કિલિન્ડર ની હાલત ગંભીર હોય તેને તત્કાળ ધોરણે વલસાડ સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવા માં આવ્યો છે. ઘટના ની માહિતી મળતા ની સાથે પોલીસ તત્કાળ ધોરણે ઘટના સ્થળ પર પહોચી જઈ ટ્રાફિક પર કંટ્રોલ કરી પ્રાથમિક કામગીરી કરી હતી.પોલીસે ઇજાગ્રસ્ત ને પ્રથમ સારવાર માટે સિવિલ મોકલી આપ્યા બાદ ટ્રાફિક પર કંટ્રોલ કર્યો હતો. કલાકો ની જાહોમત બાદ અકસ્માત ના ભોગ બનેલ આઈસર ને હાઇવે પર સાઈડે ખસેડી હતી મૃતક ને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ ખાતે પીએમ માટે મોકલી આગળ ની તાપસ હાથ ધરી હતી.