વાઘોડિયા, તા.૧૧ 

વાઘોડિયા પોલીસ સ્ટેશનમા થોડા મહિના અગાઊ વસવેલ ગામની ખેતીની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવવાના ગુન્હાનો નાશતો ફરતો ગઠિયો પકડી વાઘોડિયા પોલીસે જેલ ભેગો કર્યો છે. આ ગનામાં વિજયસિંહ રમણસીંહ જાદવ ( મુખ્ય આરોપી), વિક્રમભાઈ રમણભાઈ જાદવ (આરોપીનો ભાઈ - મદદગારીના આરોપી ), જશોદાબેન રમણભાઈ જાદવ(આરોપીની માતા-મદદગારી), ચિરાગ કેસરજી ડોડીયા ( સાક્ષી ની ધરપકડ થઇ છે.

આરોપી વિજય સિંહ રમણસિંહ જાદવ રહે. મહાદેવ ચોક, મહાકાળી સોસાયટીની બાજુમા કિશનવાડી, વડોદરા ખાતે રહેતો અને સાવલી તાલુકાના વસંતપુરા ગામે પંચાયતમા તલાટી તરીકે ફરજ બજાવતો હોવાનુ કહે છે. આ આરોપીએ અગાઊ પણ ડભોઈ ના વેગા ગામે ખોટા મહેસુલ વેરાના દસ્તાવેજ બનાવવાનો ગુન્હો ૨૦૧૯ માં કરી ચુક્યો છે. આરોપી વિરુઘ્ઘ વાઘોડિયા પોલીસ મથકમા ચાર મહિના પહેલા પ્રભાતભાઈ જાદવનાઓએ ફરીઆદ નોંઘાવી હતી. ગઠિયાએ વાઘોડિયાના વસવેલ ગામે આવેલી ખેતી વિષયક જમીનમા પોતાના માતા, ભાઈ, બહેન તેમજ સાક્ષીઓ સાથે મડી પ્રભાતભાઈ ખોડાભાઈ જાદવના વારસદારો હોવા છતા નહિ પેઢીનામામા નહિ દર્શાવી ખોટુ પેઢીનામુ તૈયાર કર્યું હતું.