મુંબઇ  

ભૂમિ પેડલેકર પોતાની અભિનય ક્ષમતાથી બોલીવૂડમાં લોકપ્રિય બની છે. તેને હવે એક વૈશ્વિક સમ્માન પ્રાપ્ત થયું છે. ભૂમિ જલવાયુ પરિવર્તન અભિયાનમાં લોકોની જાગરૂકતા ફેલાવાનું કામ કરે છે, તેના આ કાર્યના પ્રયાસોરૂપે તેને વૈશ્વિક સમ્માન મળ્યું છે. હવે તે સંયુક્ત રાષ્ટ્રની પૂર્વ જલવાયુ પ્રમુખ ક્રિસ્ટિયાના ફિગરર્સની આગામીમાં ચાલનારી પહેલના હિસ્સામાં ભાગ લેવાની છે.

કાઉન્ટ અસ ઇન નામની આ વૈશ્વિક પહેલની શરૂઆત દુનિયાના તમામ સંગઠનો મળીને કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની ભૂતપૂર્વ જલવાયુ પ્રમુખ ક્રિસ્ટિયાના ફિગરર્સ તેમાં એક માર્ગદર્શનની ભૂમિકા ભજવી રહી છે. આ સંગઠને ભૂમિને પ્રતિનિધિ બનાવ્યો છે.

જલવાયુ પરિવર્તન મુદ્દા પર સતત કામ કરી રહેલ આ સંગઠન સાથે જોડાઇને ભૂમિ ભારતીયોને પોતાના કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવા માટે શિક્ષિત અને પ્રેરિત કરશે. તેણે આ બાબતે જણાવ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવું એ મારી જિંદગીનું મિશન બની ચુક્યું છે. તેથી જ હું ભારતમાં વધુને વધુ જાગરૂકતા ફેલાવાનું કામ કરીશ.

ક્રિસ્ટિયાના સાથે જોડાઇને હુ વધુ ઉત્સાહિત થઇ છું. આપણી ધરતીની રક્ષા કાજે આ દિશામાં સતત જાગરૂકતા ફેલાવવી પડશે, એના સિવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી. વિજ્ઞાાને આપણને કરવું જરૂરી કહ્યું છે. તેના પર અમલ કરવા માટે હવે આપણી પાસે ફક્ત દસ વરસ જ રહ્યા છે. આપણે સાલ ૨૦૩૦ સુધીમાં ઉત્સર્જનને અડધું કરવું પડશે.