અમદાવાદ, માર્ચ ૨૦૨૦થી કોરોનાનો કહેર શરૂ થયો હતો આ સમયમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આજથી રાજ્યભરમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલ શરૂ થઈ છે. ત્યારે શહેરની વાત કરીએ તો તમામ સ્કૂલોમાં આજે બાળકો ઉત્સાહભેર આવ્યાં હતાં. આજે સ્કૂલમાં પ્રથમ દિવસ હોવાથી તેમને સ્કૂલમાં મૂકવા માટે આવેલી માતાનો તેઓ હાથ છોડતાં નહોતાં. તેમને સ્કૂલોના કેર ટેકર અંદર લઈ જતાં તેઓ રડતાં હતાં તેમજ કેટલાંક બાળકો તો આનંદ અને ઉત્સાહથી સ્કૂલમાં ગયાં હતાં. સ્કૂલ કેમ્પસમાં તેમણે રમતનાં સાધનોથી રમવાની મજા માણી હતી. અમદાવાદના સ્કૂલોના આચાર્યો અને શિક્ષકોએ આનંદ અને ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે અમે બે વર્ષથી આ દિવસની રાહ જાેઇરહ્યાં હતા. પરંતુ સંપૂર્ણ તકેદારી અને બાળકોના આરોગ્યની કાળજી રાખીને સ્કૂલો શરૂ કરવામાં આવી છે કોરોનાને કારણે બે વર્ષ શાળા બંધ રહી, જેથી તેમના માટે આજનો દિવસ ન માત્ર વિદ્યાર્થીઓ માટે છે, શાળા માટે પણ પહેલો છે અને શાળાની શરૂઆત થઈ છે. અત્યારસુધી માત્ર ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પરના પ્રતિભાવ જ કંઈક અલગ હતો.

રાજ્યમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ સોમવારથી શરૂ થશે

ગાંધીનગર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટીને નહીવત થઇ જતા રાજ્ય સરકાર દ્વારા આગામી સોમવારથી ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન શિક્ષણ શરુ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે મોડી સાંજે સોશિયલ મીડિયા ટ્‌વીટર પર ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન, વિચાર વિમર્શ અને સૂચના મુજબ આજની કોર કમિટીમાં થયેલી ચર્ચા અન્વયે તા. ૨૧ ફેબ્રુઆરીથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળાઓ-કોલેજાે સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાત અનુસાર આગામી સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજાેમાં સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે.

શિક્ષકોની બદલી માટે ૧૦ વર્ષના બદલે પાંચ વર્ષની જાેગવાઈ કરાઈ

ગાંધીનગર રાજ્યના શિક્ષકોને પોતાની બદલી માટે લાખો રૂપિયા બોલતા હતા તેવા માથાના દુઃખાવા સમાન પ્રશ્નનું આજે નિરાકરણ આવ્યું છે. આજે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની બદલીને લઈને મહત્વપૂર્ણ ર્નિણયો કરાયા છે. જેના કારણે હવે શિક્ષકોએ પોતાની બદલી કરવા માટે લાખો રૂપિયા આપવાના બદલે મફતમાં બદલી થશે તેવું શિક્ષક આલમમાંથી જાણવા મળ્યું છે. ગુજરાતના શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા આજે કેટલાક મહત્વના ર્નિણયો લેવાયા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિદ્યા સહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશાનુસાર રાજ્યના બે લાખથી વધુ શિક્ષક પરિવારને સ્પર્શતા ર્નિણય લેવાયો હતો. રાજ્ય સરકારના આ ર્નિણય અંગે માહિતી આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો. જાે કે હવે તે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે.