નવી દિલ્હી

ભારતીય ફાસ્ટ બોલર અશોક ડિંડાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઘરેલું ક્રિકેટ ઉપરાંત અશોક ડિંડા ભારતીય ટીમમાં અને આઈપીએલમાં ક્રિકેટ રમતો હતો. ઘરેલું ક્રિકેટમાં અશોક ડિંડાએ પહેલા બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું અને બાદમાં તે ગોવા તરફથી પણ રમ્યો. અશોક ડિંડા ૧૫ વર્ષોથી વધુ ક્રિકેટ રમ્યો હતો. હાલ તે ૩૬ વર્ષનો છે.

અશોક ડિંડાએ ૨૦૦૯ માં શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ સમય દરમિયાન તેણે ટી ૨૦ ક્રિકેટથી શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ઝિમ્બાબ્વે સામેની વનડેથી બીજા ફોર્મેટમાં આવ્યો હતો અને આ ફોર્મેટમાં ૧૩ મેચ પણ રમ્યો હતો. તેણે છેલ્લી વનડે મેચ ઇંગ્લેન્ડ વિરુદ્ધ રાજકોટમાં ૨૦૧૩ માં રમી હતી. તેણે ભારત તરફથી કુલ ૯ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.