જામનગર-

ગુજરાત રાજ્યમાં ગત ૧૧ જાન્યુઆરીથી શાળા માં ધોરણ 10 અને ૧૨ માટે શૈક્ષણિક કાર્ય શરુ થયું છે. કોરોના ની ગાઈડલાઈન્સ અનુસાર રાજ્યમાં શાળાઓ શરુ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં શાળા શરુ થયાના ત્રણ દિવસમાં એક વિધાર્થીની કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ જામનગર જીલ્લામાં શાળા ખુલ્ય બાદ પ્રથમ વિધાર્થીની કોરોના સંક્રમિત બનવાની ઘટના સામે આવી છે. ધોરણ .12ની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોડિયાની હુન્નર શાળાની વિદ્યાર્થિનીને કોરોના પોઝીટીવ આવી છે. આવતા શેક્ષણિક કાર્ય બંધ કરવાનો DEO દ્વારા આદેશ આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ધોરણ ૧૨ માં અભ્યાસ રત વિધાર્થીની કોરોના સંક્રમિત બનતા શાળા સંચાલકો અને વિધાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક બાજુ આજે સરકારે ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે પ્રેક્ટીકલ પરિક્ષાનિ જાહેરાત કરી છે. પરંતુ હાલતો આ ઘટના બાદ રાજય સરકારે શાળા શરૂ કરવાના નિર્ણયને પગલે ચિંતન કરવું જરૂરી છે. રાજયમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.