દિલ્હી-

દેશમાં ‘કિસાન રેલ’ની શરુઆત 7 ઓગ્સ્ટ એટલે કે આજથી શરુ થઈ રહી છે. જેનું ઉદ્ધાટન કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર કરશે. આ વર્ષે યૂનિયન બજેટમાં નાંણાપ્રધાન નિર્મલા સીતારમણે ખેડૂતો માટે ખાસ ‘કિસાન રેલ’ દોડવાવાની જાહેરાત કરી હતી. જેનો અમલ થવા જઈ રહ્યો છે.

દેશમાં કૃષિ ઉત્પાદનોના અવરજવર માટે આ પ્રથમ ટ્રેન સેવા હશે, જે મહારાષ્ટ્રના દેવલાલી અને બિહારના દાનાપુરની વચ્ચે દોડશે.કિસાન રેલ આ બે સ્ટેશનો વચ્ચે લગભગ 1519 કિમીનું અંતર લગભગ 32 કલાકમાં કાપશે.

દેશમાં ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષે કિસાન રેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ભારતીય રેલવે 7 ઓગસ્ટ થી પ્રથમ ‘કિસાન રેલ’શરૂ કરશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર ‘કિસાન રેલ’ને લીલી ઝંડી આપશે. ટ્રેનની આ સેવાથી દેશના ઘણા રાજ્યોના ખેડુતોને સીધો લાભ મળશે.