લાહોર-

પાકિસ્તાનને અડીને આવેલા અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડાક વિસ્તારમાં બનેલી સીમા ચોકી પર કબ્જાે કરીને તાલિબાન આતંકીઓનું કિસ્મત જ બદલાઇ ગયું છે. તાલિબાન આતંકીઓના હાથે ત્રણ અબજ રૂપિયાનો ખજાનો હાથ લાગ્યો છે. આ પૈસા અફઘાન સેના છોડીને ભાગી ગયા હતા તેના પર હવે તાલિબાન આતંકીઓનો કબ્જાે થઇ ગયો છે. તાલિબાને એક નિવેદન રજૂ કરી આ પૈસા મળ્યાની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાની ટીવી ચેનલ જિયો ન્યૂઝે માહિતી આપી છે. અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની વાપસી બાદથી તાલિબાન આતંકી સતત ભીષણ હુમલા કરી રહ્યા છે. તાલિબાન પ્રવકતા સુહેલ શાહીનનો દાવો છે કે દેશના ૮૫ ટકા વિસ્તાર પર હવે તાલિબાનનું શાસન થઇ ગયું છે. બુધવારના રોજ તાલિબાને સ્પિન બોલ્ડાકમાં બનેલી સરહદ ચોકી પર કબ્જાે કરી લીધો. તાલિબાનની કોશિષ છે કે બીજા દેશોને અડીને આવેલ તમામ સરહદ ચોકીઓ પર કબ્જાે કરી લીધો છે જેથી કરીને સરહદ વેપારથી થનાર કમાણી પર કબ્જાે કરી શકાય.

તાલિબાનના પ્રવકતા જબિઉલ્લાહ મુજાહિદે એક નિવેદન રજૂ કરીને કહ્યું કે તાલિબાને સરહદ પર કંધાર પ્રાંતમાં વસેલા કસ્બા વેશ પર કબ્જાે કરી લીધો છે. આ સ્પિન બોલ્ડાક અને ચમન તથા કંધારની વચ્ચે આવેલ મહત્વપૂર્ણ રસ્તા પર કબ્જાે મેળવ્યા બાદ ત્યાંના કસ્ટમ વિભાગ પણ તાલિબાનના કબ્જામાં આવી ગયા છે. પાકિસ્તાનના સુરક્ષાબળોએ પણ તાલિબાની કબ્જાની પુષ્ટિ કરી છે. બીજીબાજુ અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે તેઓ આ તાજા ઘટનાક્રમની તપાસ કરી રહ્યા છે. તાલિબાને અહીં અફઘાન સરકારનો ઝંડો ઉતારીને તેની જગ્યાએ પોતાના સફેદ ઝંડા લગાવી દીધા છે. પાકિસ્તાની નિષ્ણાતોનો દાવો છે કે અફઘાન સુરક્ષાબળોએ તસ્કરો પાસેથી રિશ્વત લઇને ૩ અબજ રૂપિયા જમા કર્યા હતા તેના પર હવે તાલિબાનનો કબ્જાે થઇ ગયો છે. આ બધાની વચ્ચે તાલિબાન આતંકીઓએ સતત અફઘાન સુરક્ષા બળો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે.