મુંબઇ-

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈરસના સંક્રમણને જાેતા રાજ્યમાં ચાલી રહેલા લૉકડાઉનને 31 જાન્યુઆરી,2021 સુધી લંબાવવાનો ર્નિણય કર્યો છે. આ દરમિયાન લૉકડાઉનના તમામ જૂના નિયમો યથાવત લાગૂ રહેશે.

રાજ્યની ઉદ્ધવ સરકારે તમામ નાગરિકોને આગ્રહ કર્યો છે કે, તેઓ નવા વર્ષની ઉજવણી સાદગીપૂર્ણ રીતે મનાવે. ક્યાંય કોઈ ભીડ એકઠી ના કરે અને બની શકે તો આ નવા વર્ષની ઉજવણી પોતાના ઘરે રહીને જ મનાવવાનો પ્રયત્ન કરે. આ સાથે જ મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે.

આ સક્ર્યૂલરમાં કહેવામાં આવ્યું છે કે, 10 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને આ મહામારીને ધ્યાનમાં રાખીને નવું વર્ષ મનાવવા ઘરેથી બહાર ના જવા માટે કહેવાયું છે. મુંબઈમાં નવા વર્ષ પર મરીન ડ્રાઈવ, ગેટવે ઑફ ઈન્ડિયા, ગિરગાંવ અને જૂહુ વગેરે સ્થળો પર મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આથી આવા જાહેર સ્થળો પર ભીડ એકઠી ના કરવામાં આવે.

- જાહેર સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવે અને માસ્ક ફરજિયાત પહેરવામાં આવે.

- 31 ડિસેમ્બરે કોઈ પણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ના કરવામાં આવે.

- નવા વર્ષના સ્વાગતમાં ફટાકડા ફોડવાનું ટાળે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરશે.

- રાત્રિ કરફ્યૂ રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.