મુંબઈ,

દેશભરમાં કોરોનાના કેસો અટકવાનું નામ લઇ રહ્યાં નથી. મહારાષ્ટ્રમાં કેસનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જોકે મહારાષ્ટ્રમાં કેસનો આંક 1. 64 લાખે પહોંચ્યો છે. દિવસેને દિવસે સ્થિતિ બગડતાં મહારાષ્ટ્રે આગામી તા. 31મી જુલાઈ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.

આ લોકડાઉનમાં જે પ્રકારે દુકાનો ખુલ્લી રહે છે એ જ પ્રકારે ખુલ્લી જ રહેશે. આ પહેલાં સરકારે તા.30મી જૂન સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો હતો. દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે.રાજ્યના ચીફ સેક્રેટરી અજોય મહેતાએ લોકડાઉન વધારવાનો આદેશ કર્યો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે, પ્રદેશમાં લોકડાઉન હાલ હટાવવામાં નહી આવે. લોકડાઉનમાં ધીરે-ધીરે છૂટ આપવામાં આવશે તેવું તેમણે સ્પષ્ટ કહ્યું હતું. દેશમાં કોરોનાની સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપતા કહ્યું કે, જો વધારે ભીડ કરવામાં આવી તો લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવશે. અનલોક કરવાથી કોરોનીના દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. રાજ્ય સરકારે વધારેમાં વધારે ટેસ્ટ કરાવવાનું શરૂ કર્યું છે. તેથી લોકોએ ડરવાની જરૂર નથી.