વડોદરા, તા. ૧૬

શહેરની વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિ. સીટીમ દારૂની મહેફિલ અને દારૂની બોટલો પકડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં ગત રોજ એમ.એસ.યુનિ. સીટીની બોય્સ હોસ્ટેલના કેમ્પસમાં આવેલ એમએમ હોલના ૩૪ નંબરના રૂમમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ દારૂની મેહફિલ માણતા દેખાય છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો ચહેરો છુપાવતા દેયાછે અને કેટલાક વિદ્યાર્થીઓ બિન્દાસ્ત પણે દારૂની પાર્ટી કરતા દેખાય રહ્યા છે. આ સમગ્ર બનાવની જાણ એમ.એસ.યુનિ.સીટીના સત્તાધીશો દોડતા થઇ ગયા હતા અને આખરે ૩૬ કલાક બાદ યુનિર્વસિટીના સત્તાધિશોએ અજાણ્યા ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

હંમેશા વિવાદમાં રહેતી વિશ્વ વિખ્યાત એમએસ યુનિ.સીટી ફરી એકવાર વિવાદમાં આવી છે. શહેરની એમએસ યુનિ.ના બોયસ હોસ્ટેલના એમએમ હોલ ખાતે દારૂની પાર્ટી કરતા ૩ વિદ્યાર્થીઓનો વિડિયો વાયરલ થયો છે. જાે કે યુનિ.માં દારૂની મહેફિલ અને દારૂી બોટલો પકડવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. શહેરની એમએસ યુનિ.ના હોસ્ટેલ કેમ્પસના એમએમ હોલનાં ૩૪ નંબરની રૂમમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જાેવા મળી રહ્યા છે. કેટલા વિદ્યાર્થીઓ પોતાનો ચહેરો છુપવાનીને ભાગતા દેખાય છે અને કેટલાક વિદ્યાર્થીઓ બિંદાસ્ત પણે દારૂની પાર્ટી કરતા દેખાય છે. આ સમગ્ર મામલે પોલીસ અને યુનિ.સત્તાધીશો એકબીજાનો ખો આપતા હોય તે રીતે પોતાની ચુપકીદી સાંધી રહ્યા છે. આ બાબતે એમએસયુનિ. સીટીના સત્તાધિશોએ ૩૬ કલાક બાદ દારૂની મહેફિલ માણી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે સયાજીગંજ પોલીસ દારૂની બોટલ ક્યાંથી આવી ? કોણ આપી ગયુ ? કે દારૂની બોટલ સપ્લાય કરનાર બુટલેગર સામે કાર્યવાહી કરશે ? ૩૬ કલાક બાદ પોલીસ ફરિયાદ નોંધાતા સયાજીગંજ પોલીસ આ દરેક પ્રશ્નો પર કાર્યવાહી કરશે કે નહી તેવા અનેક સવાલો ઉભા થયા છે. પોલીસની તપાસના અંતે શું કાર્યવાહી કરવામાં આવશે તેની પર લોકોની મીટ મંડરાઇ રહી છે.

નો એન્ટ્રી, દારૂને એન્ટ્રી?

લાખો રૂપિયા ખર્ચીને નવી વિજિલન્સના કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે. એમએસ યુનિ.ના બોય્સ હોસ્ટેલના કેમ્પસના મેઇન ગેટ ખાતે ૨૪ કલાક સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે. મેઇન ગેટ ખાતે ફૂડ ડિલીવર કરવા આવતાં લોકોને ગેટ પર જ રોકવામાં આવે છે, તો દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ પાસે દારૂની બોટલ ક્યાંથી આવી? કોણ ડિલીવરી કરી ગયું? શંકાની સોય સિક્યુરિટી સામે પણ તણાઈ રહી છે. દારૂની મહેફિલ બાદ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અમે ફૂડ મગાવીયે છીએ ત્યારે ફૂડ ડિલીવરી કરવા આવતાં છોકરાઓને સિક્યુરિટી દ્વારા ગેટ પર રોકવામાં આવે છે, તો દારૂની બોટલો છેક અંદર સુધી કેવી રીતે ઘૂસી? વધુમાં વિદ્યાર્થીએ સીધો સીધો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે બોય્સ હોસ્ટેલ કેમ્પસની બહાર જ ખુલ્લે આમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે, તે પણ યુનિ. સત્તાધીશો જાણે છે, પણ સત્તાધીશો આવું કહીને હાથ ખંખેરી લે છે કે, કેમ્પસની બહાર હોય તેની પર અમે કોઇ કાર્યવાહી નથી કરી શકતા. આમ તો શિક્ષણ મંદિરથી ૧૦૦ મીટરના દાયરામાં કોઇ પાન-પડીકીનું પણ વેચાણ કરી શકાતું નથી, તો પછી બોય્સ હોસ્ટેલના કેમ્પસના ગેટની બહાર જ ખુલ્લે આમ દારૂ કેમ વેચાય છે? પોલીસ કે યુનિ.સત્તાધીશોને દેખાતંુ નથી? વિદ્યાર્થીઓએ પોલીસ અને યુનિ. સત્તાધીશો સામે રોષ દાખવ્યો હતો.

એમએમ હોલના સામે ખુલ્લાં પ્લોટમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી

ગઇકાલે એમ.એમ હોલના રૂમ નં.૩૪માં દારૂની મહેફીલ ચાલતી હતી તે જ હોલની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં કેન્ટીન પાસેથી દારૂની ખાલી બોટલો મોટી માંત્રમાં જાેવા મળી હતી. જાેકે ગતરોજની દારૂની મહેફીલ અને આજે દારૂની ખાલી બોટલો મળી આવી છતા પણ યુનિ.સીટીના સત્તાધીશોનું પેટનું પાણી પોલીસ ફરિયાદ કરવામાં હલતુ નથી, કે પછી યુનિ. સીટીના સત્તાધીશો જાણે બુટલેગરનો બચાવ કરી રહ્યા હોય તે રીતે કોઇ કાર્યવાહી કરવા માંગતી નથી? તેવા અનેક સવાલો ઉભા થવા છે.

કેમ્પસમાં અગાઉ પણ ‘મહેફિલ’ થઈ હતી

એમએસયુની બોય્સ હોસ્ટેલમાં દારૂની મહેફિલ પકડાઇ હોવાની આ કોઇ પહેલી ઘટના નથી. અગાઉ પણ દારૂની મહેફિલોની ઘટનાઓ સામે આવી ચૂકી હતી. ગત વર્ષે એમએમ હોલમાં દારૂ ચિકનની પાર્ટી કરતા ૧૨ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી કાયમ માટે હકાલપટ્ટી કરાઇ હતી.

 છેક ૩૬ કલાક પછી યુનિ.ના તંત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી!

એકબાજુ શહેર સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યુ હતુ ત્યારે બીજી તરફ એમ.એમ હોલ ખાતે દારૂની મહેફિલ ચાલતી હોય તેનો વીડીયો વાઇરલ થયો હતો. તે વિડીયોને ૩૬ કલાકથી પણ વધુનો સમય વિતી ગયા બાદ યુનિ.સીટીના તંત્રએ દારૂની મહેફીલ માણી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસ શું કાર્યવાહી કરશે કે પછી આખ આડા કાન કરશે? તે એક સવાલ છે.

સ્જીેં હોસ્ટેલ કેમ્પસમાં દારૂ પીવો તો પોલીસ કશું કરતી નથી?

એમ.એસ.યુનિ. બોય્સ હોસ્ટેલ કેમ્પસમાં એમએમ હોલ ખાતે જે રીતે ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયાં હતાં અને ત્યાર પછી ફરાર થયાને ૨૪ કલાક જેટલો સમય વિત્યો છતાં પણ પોલીસ સત્તાધિશો જાણ કરે તેની રાહ જાેઇને બેઠી રહી હતી. પરિણામે આ મામલે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. સયાજીગંજ પોલીસ આ મુદ્દે સુઓમોટો ફરિયાદ કરી શકતી હતી. ખાખીએ વિદ્યાર્થીના ભવિષ્ય બગડે તેવું કારણ આપીને પોલીસ ફરિયાદ નથી કરી તેમ જણાવ્યું હતું. હોસ્ટેલ કેમ્પસની બહાર જ બુટલેગર દ્વારા ખુલ્લેઆમ દારૂના વેચાણનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. જાેકે, પોલીસને આમાં રસ હોય તેમ લાગતું નથી. આટલી મોટી ઘટના પછી પણ ખાખી હાથ પર હાથ ધરીને બેઠી હતી!

ડિમાન્ડ કરવામાં વ્યસ્ત વીસીનું રાજીનામું લેવું જાેઇએ

વિસી અત્યાર સુધી અનેક બાબતોમાં વિવાદોમાં જ રહ્યા છે, ત્યારે હોસ્ટેલ કેમ્પસમાં શરાબની મહેફિલ બાબતે ત્વરીત પગલા નહી લેવાય તો આ અંગે સરકારને જાણ કરીશું. હંમેશા ડિમાન્ડ કરવામાં વ્યસ્ત રહેતા વીસીનું રાજીનામું લઇ લેવુ જાેઇએ.

– હસમુખા વાઘેલા, સિન્ડિકેટ અને સેનેટ સભ્ય

૨૦૦૧માં પણ દેશી દારૂની પોટલીઓ વેચાતી હતી, એનો હું સાક્ષી છુંઃ સેનેટ સભ્ય

યુનિવર્સિટી કેમ્પસમાં જે દારૂની મહેફિલ યોજાઇ તે નીંદનીય અને શર્મજનક ઘટના છે. જેમાં સૌથી મોટો પ્રશ્નએ છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂ બોય્સ હોસ્ટેલના રૂમ સુધી કેવી રીતે પહોચ્યો જેથી યુનિ.સત્તાધીશો અને પોલીસ શુ કરી રહી છે. આ પહેલી વારની ઘટના નથી અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે. આ રીતે યુનિ.કેમ્પસમાં વિદ્યાર્થીઓ દારૂ,ગાંજા અને ચરસના રવાડે ચડી જાય તેના માટે જવાબદાર કોણ? જે પણ જવાબદાર હોય તેની પર કડકમાં કડક પગલા લેવા જાેઇએ. અમારા વિદ્યાર્થી કાળ વર્ષ ૨૦૦૧માં પણ દેશી દારૂની પોટલીઓ વેચાતી હતી એનો હું સાક્ષી છું.

કપિલ જાેશી, સેનેટ સભ્ય

વિદ્યાર્થીઓના વાલીને નોટિસ મોકલી હાજર રહેવા જણાવાયું

ગઇકાલે જે એમએમ હોલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા દારૂની મહેફિલ માણતા હતા તે અંગેની તપાસ વિજિલન્સના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. દારૂની મહેફિલ માણતાં વિદ્યાર્થીઓ હાલ ભાગી ગયા છે. વિજિલન્સ ટીમ સતત સયાજીગંજ પોલીસ સ્ટેશનના સંપર્કમાં છે. ચીફ વોર્ડન ઓફિસર દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને આવતી કાલે હાજર રહેવા નોટિસ આપી છે. યુનિવર્સિટીના સત્તાધીશ

વિદ્યાર્થીઓની સાથે અધિકારી પર પણ કાર્યવાહી થવી જાેઇએ

વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. આટલી મોટી ઘટના બની પણ હજુ સુધી પોલીસ આવી નથી, છોકરાઓ પણ ફરાર છે. યુનિ.ના સત્તાધીશો શું કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની સાથે સાથે અધિકારી સામે પણ કડક કાર્યવાહી કરવી જાેઇએ. અગાઉ પણ એલબીએસ પર આવું જ કૃત્ય થયું હતું, જેથી ફરીવાર આવી કોઇ ઘટના ન બને તે માટે કડક પગલા લેવા જાેઇએ. અભય રબારી, વિદ્યાર્થી એમએમ હોલ

ગુજરાતમાં દારૂબંધી છે તો બોય્સ હોસ્ટેલમાં કેમ નહીં?

ગુજરાતમાં દારૂબંધી છે તો યુનિવર્સિટી કેમ્પસના બોય્સ કેમ્પસમાં આ દારૂની બોટલો ક્યાંથી આવી તે એક મોટો સવાલ છે. દારૂબંધીનો કાયદો સંદતર નીષ્ફળ છે તેના અનેક ઉદાહરણો ગુજરાતમાં જાેવા મળી રહ્યા છે. તેજ રીતે યુનિ.કેમ્પસમાં જે રીતે દારૂની મહેફિલ થઇ અને દારૂની ખાલી બોટલો મળી આવી છે તેના પરથી ફલિત થાય છે.

ડો.નીકુલ પટેલ, સેનેટ સભ્ય

વિજિલન્સે ચેકિંગ કરવું જાેઇએ

યુનિ.માં વિજિલન્સ અને સિક્યુરિટી કર્મચારીઓ છે તે કઇ રીતે ચેકિંગ કરે છે કે દારૂ છે કે વિદ્યાર્થીના રૂમ સુધી પહોંચ્યો છે, જેથી તેમના પર સવાલ થાય છે. આવા વિદ્યાર્થીઓ પર કડકમાં કડક સજા થવી જાેઇએ, જેથી અગામી સમયમાં બીજા કોઇ વિદ્યાર્થી આવું પગલું ન ભરે તે માટે પોલીસ હોસ્ટેલ કેમ્પસથી ૧૦૦ મીટરની અંદર આવતા વિસ્તારમાં ચેકિંગ કરવી જાેઇએ. આ ઘટના શર્મજનક છે, બીજા વિદ્યાર્થીઓ આવું કૃત્ય ન કરે તે માટે તે માટેના પ્રયાસો હાથ ધરવા જાેઇએ. ત્રિપુરા ચતુર્વેદી, વિદ્યાર્થી, એમએમ હોલ