મુંબઇ 

મહારાષ્ટ્રના મુંબઇમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટી કરી રહેલા ઘણા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈની એક ક્લબમાં પાર્ટી કરી રહેલા 34 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોમાં ઘણી હસ્તીઓ પણ શામેલ છે.

મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા 34 લોકોમાં ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અને અન્યનો સમાવેશ થાય છે. જોકે પાછળથી સુરેશ રૈના અને ગુરુ રંધાવાને બેલ મળી ગઇ છે.આ સિવાય કેટલીક મહિલાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેમના વિશે માહિતી આપી નથી.

કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતી મુંબઈના એરપોર્ટ નજીક જેડબ્લ્યુ મેરીયોટ હોટલની ક્લબમાં પાર્ટી ચાલી રહી હતી.