/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

દિલ્હી: કોરોના સંક્રમિતોની સંખ્યા 70 હજારને પાર,મુંબઈને છોડયું પાછળ

દિલ્હી,

છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૭૮૮ કેસ પોઝિટિવ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૭૦ હજારને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં કોરોનાના ૩૭૮૮ નવા કેસો નોંધાયા છે, જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૬૪ લોકોના મરણ થયા છે. આ સાથે જ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૦,૩૯૦ પર પહોંચી ચૂકી છે, જ્યારે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૯૫૨૮ છે. આ રીતે કોરોના સંક્રમણ મામલે દિલ્હીએ મુંબઈને પાછળ છોડ્યું છે.

દિલ્હીમાં કોરોનાએ અત્યાર સુધી ૨૩૬૫ લોકોનો જીવ લીધો છે. જ્યારે કુલ ૭૦,૩૯૦ કેસોમાંથી ૨૬૫૮૮ એકટીવ કેસો છે. જેમાંથી ૧૪,૮૪૪ દર્દીઓની સારવાર તેમના ઘરે જ કરવામાં આવી રહી છે અને તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ૪૧,૪૩૭ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૨૪ કોરોના સંક્રમિતો સ્વસ્થ થયા છે.

બીજી તરફ મુંબઈની વાત કરીએ તો, અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૯૫૨૮ છે, પરંતુ દિલ્હીથી વધુ મરણ મુંબઈમાં નોંધાયા છે. મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધી ૩૯૬૪ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે મહારાષ્ટÙમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧,૪૨,૯૦૦ પર પહોંચી ચૂકી છે. જેમાંથી ૬૨૩૫૪ એકટીવ કેસ છે. મહારાષ્ટમાં અત્યાર સુધી ૬૭૩૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution