ભરૂચ, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમમાં વીજ ઉત્પાદન ભર ઉનાળે બંધ પડ્યું છે. હાલ નર્મદા ડેમ ૧૨૫. ૫૭ મીટરે થતા પાવરહાઉસ બંધ કરવાની નોબત આવી છે. હાલ ઉનાળો હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે તેમજ રાજ્ય સરકારે જનતાને પીવાનું પાણી મળી રહે સિંચાઈનું પાણી મળી રહે માટે નર્મદા નદીમાંથી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. જેને કારણે હાલ રિવર બેડ પાવર હાઉસના ટર્બાઈન બંધ કરી દેતા વીજ ઉત્પાદન પણ બંધ થયું છે. જેને કારણે કરોડો રૂપિયાની વીજ આવક પણ બંધ થઈ જવા પામી છે. પાવર હાઉસ બંધ થતાં નર્મદા નદી સૂકી ભટ બની જવા પામી છે.

એ ઉપરાંત નર્મદા નદી સુકાઈ જવાને કારણે ક્રુઝ બોટ પણ બંધ થશે. નર્મદામાં પાણી નહીં હોયતો ક્રુઝ બોટ પણ ચાલી નહિ શકે. ક્રુઝ બોટ પણ બંધ થઈ જશે. હાલ નર્મદા નદીમાં પાણી નહિ હોવાથી એકતા ક્રુઝ બોટ બંધ કરવામાં આવી છે. ૨૯ માર્ચથી ૧૫ દિવસ માટે એકતા ક્રુઝ બોટ બંધ રહેશે. જ્યાં સુધી નદીમાં પાણી નહીં છોડવામાં આવે ત્યાં સુધી ક્રુઝ બોટ સેવા બંધ રહેશે. નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે નર્મદા નદી એકદમ સુકી ભઠ્ઠ થઈ ગઈ છે એટલે જે ૨૦થી ૨૫ મીટર પાણીમાં ક્રુઝ બોટ તરી શકે નહીં આમ એકતા ક્રૂઝ બોટ પણ પાણીના અભાવે બંધ કરવામા આવી છે.