વડોદરા : પાલિકાના ૪૦ જેટલા ભ્રષ્ટ્ર અધિકારીઓના કરતુતો અંગે સંબંધિત વિભાગોને મળેલી ફરિયાદો બાદ ૧૬ જેટલા અધિકારીઓ સામે સઘન તપાસ શરૂ થઇ છે ત્યારે પરનામી બાદ આઇ.ટી.ના મનીષ ભટ્ટના તમામ આર્થિક કૌભાંડ અંગે સરકારે તાત્કાલ રીપોર્ટ મંગાવતા પાલિકામા હડકંપ મચી ગયો છે. જાેકે એના ગોડફાધર દ્વારા એને બચાવી લેવાનો તખ્તો ઘડાયો છે. તેથી જ સરકારને માહિતી આપવાને તાત્કાલિક મનિશભટ્ટ સામે સ્થાકનિક કક્ષાએ વીજીલન્સ તપાસ શરૂ કરી ક્લીન ચીટ આપી ભટ્ટને બચાવી લેવાના ભરપુર પ્રયાસો થયા છે અને સરકારને કહી શકાય કે અહીં તેની વલિજીલન્સ તપાસ ચાલું છે તેનો રિપોર્ટ તમને મોકલાશે. 

સ્માર્ટ સિટીના નામે મોટી મોટી જાહેરાતો કરી પાંચ વર્ષ દરમિયાન એક પણ યોજના કાર્યરત નહીં કરી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી મોટી મોટી રકમ ઓળવી જવાનો આરોપ ધરાવતા પાલિકાની આઇ.ટી વિભાગની આઇ.ટી વિભાગના ક્લાસવન ઓફિસર મનીષ ભટ્ટની માહિતી રાજ્ય સરકારે મંગાવી છે. અલબત્ત પાલિકામાં ચર્ચા મુજબ મનિષ ભટ્ટ એક મહોરું છે પરંતુ સ્માસ્ટસિટીના નામે કોણ કોણ કેટલા રૂપિયા જમી ગયું તે પાલિકામાં ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યું છે અને હવે એજ ઉચ્ચ અધિકારી મનીષ ભટ્ટને બચાવી લેવાના નાટકનું પર્દા પાછળ દિગદર્શન કરી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ભારે ભ્રષ્ટ્રાચાર અંગે પુરાવા સાથે મળેલી ફરિયાદ બાદ ચોંકી ઉઠેલી સરકારે તાત્કાલિક પાલિકા સત્તાવાળાઓને પત્ર લખી મનીષ ભટ્ટની કાર્યવાહી ઉપરાંત અત્યાર સુધી ચુકવાયેલો પગાર ઉપરાંતની માહિતી મંગાવી હતી. સામાન્ય રીતે ગુજરાત સેવા નિમણૂંક નિયમ ૧૯૭૧ પ્રમાણે અધિકારીઓએ તેમના અને પરીવારના નામે જે મિલ્કત હોય તેની જાણકારી દર વર્ષે રજૂ કરવાની હોય છે પરંતુ પાલિકા તંત્રના એક પણ અધિકારી આવી માહિતી આપતા નથી. પાલિકાના ૧૬ ભ્રષ્ટ અધિકારીઓ સામે શરૂ થયેલી પ્રારંભીક તપાસને પગલે રાજ્ય સરકારે માંગેલી માહિતીમાં મનીષ ભટ્ટ સહિત અન્યના ભ્રષ્ટ્રાચાર પણ ખુલ્લા થાય એમ હોવાથી ભ્રષ્ટ્રાપાલિકા તંત્રએ સરકારને માહિતી આપવાને બદલે સ્થાનીક લેવલે પાલિકામાં એમની સામે વીજીલન્સ તપાસ શરૂ કરી બાદમાં ક્લીન ચીટ આપવાનો તખ્તો ઘડી કાઢ્યો છે. સામાન્યરીતે સરકાર કોઇપણ અધિકારીની પાલિકા પાસે માહિતી માંગે તો પગાર મીલ્કતોની યાદી આઇટી રીર્ટન રજૂ કરી દેવાનું હોય છે પરંતુ મનિષભટ્ટને બચાવી લેવા માટે વીજીલન્સ તપાસનું નાટક શરૃ કરવા માટેનો તખ્તો ભ્રષ્ટ્ર અધિકારીઓએ મળી ગોઠવી દીધો હોવાની માહિતી બહાર આવી છે. આમ પરનામી બાદ મનીષ ભટ્ટ સામે પણ એસીબીની કાર્યવાહી થાય તો પાલિકાની ભ્રષ્ટ્રાચારીની પોલ ખુલ્લી પડી જાય એમ હોવાથી મનીષ ભટ્ટના ગોડ ફાધરો સક્રિય થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

વર્ગ ૨નો અધિકારી વર્ગ ૧ના અધિકારીની તપાસ કરશે?

ભારે ભ્રષ્ટ્રાચારી મનાતા મનિષ ભટ્ટને બચાવી લેવા માટે પાલિકામાં વીજીલન્સ તપાસનો ઘડાયેલા તખ્તામાં પાલિકામાં મોટો પેચ ફસાયો છે. હાલમાં વીજીલન્સમાં ભુપેન્દ્ર શેઠ ફરજ બજાવે છે એ પાલિકામાં ક્લાસ ટુ અધિકારી છે જ્યારે મનિષ ભટ્ટ ક્લાસવન અધિકારી છે ત્યારે વર્ગ ૧ના અધિકારીની તપાસ વર્ગ બેના અધિકારી કેવી રીતે કરી શકે? એવો સવાલ ઉભો થયો છે.